(Source: ECI/ABP News/ABP Majha)
iPhone 13 New Features: આઈફોન-13 સિરીઝમાં વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ મળશે, જાણો અન્ય ફિચર્સ
એપલ તેની અપકમિંગ સિરીઝ આઈફોન 13નાં લોન્ચિંગની તૈયારી કરી રહી છે. લોન્ચિંગ ડેટ પહેલાં જ આ સિરીઝ અંગે અવનવા લીક રિપોર્ટ સામે આવી રહ્યા છે.
એપલ તેની અપકમિંગ સિરીઝ આઈફોન 13નાં લોન્ચિંગની તૈયારી કરી રહી છે. લોન્ચિંગ ડેટ પહેલાં જ આ સિરીઝ અંગે અવનવા લીક રિપોર્ટ સામે આવી રહ્યા છે. લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે, એપલ તેની નેક્સ્ટ આઈફોન સિરીઝમાં રિવર્સ ચાર્જિંગ સપોર્ટ આપી શકે છે. એપલે વર્ષ 2017માં વાયરલેસ ચાર્જિંગ ટેક્નોલોજી ઈન્ટ્રોડ્યુસ કરી હતી. અપકમિંગ આઈફોન 13 મોડેલ્સમાં વાયરલેસ ચાર્જિંગ કોઈલ મોટી આપવામાં આવશે. આ ટેક્નોલોજીથી સ્માર્ટફોનથી વાયરલેસ ઈયરબડ્સ કે અન્ચ સ્માર્ટફોન ચાર્જ કરી શકાય છે.
રિવર્સ ચાર્જિંગ ટેક્નોલોજી સેમસંગ, શાઓમી અને રિયલમી સહિતના કેટલાક એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં અવેલેબલ છે. આ ટેક્નોલોજીથી સ્માર્ટફોનથી વાયરલેસ ઈયરબડ્સ કે અન્ચ સ્માર્ટફોન ચાર્જ કરી શકાય છે. ટેક ટિપ્સ્ટર મેક્સ વેઈનબેચ અને EverythingAppleProના લેટેસ્ટ વીડિયો પ્રમાણે આઈફોન 13 સિરીઝમાં રિવર્સ ચાર્જિંગ સપોર્ટ મળશે.
અપકમિંગ આઈફોન 13 મોડેલ્સમાં વાયરલેસ ચાર્જિંગ કોઈલ મોટી આપવામાં આવશે. PhoneArenaના રિપોર્ટ પ્રમાણે, આઈફોન 13 સિરીઝમાં ચાર્જિંગ માટેના મેગ્નેટ મોટા આપવામાં આવશે, કારણ કે પહેલાં યુઝર્સની ફરિયાદ હતી કે મેગ્નેટ્સ એટલા સ્ટ્રોન્ગ નથી કે તે સિક્યોરલી અન્ય ડિવાઈસને હોલ્ડ કરી શકે.
કંપની આઈફોન 13 સાથે iOS 15 રિલીઝ કરી શકે છે. નવી જનરેશનના આઈફોન્સમાં પહેલાં કરતાં વધુ સારી બેટરી કેપેસિટી, હાયર રિફ્રેશ રેટ અને સ્મોલ નોચ ડિસ્પ્લે મળશે. લીક રિપોર્ટ પ્રમાણે, આઈફોન 13 સિરીઝમાં પણ ટ્રિપલ રિઅર કેમેરા મળશે. એપલે વર્ષ 2017માં વાયરલેસ ચાર્જિંગ ટેક્નોલોજી ઈન્ટ્રોડ્યુસ કરી હતી. અપકમિંગ આઈફોન 13 મોડેલ્સમાં વાયરલેસ ચાર્જિંગ કોઈલ મોટી આપવામાં આવશે.
રિપોર્ટ પ્રમાણે આઈફોન 13 મિનીમાં 5.42 ઈંચની ડિસ્પ્લે મળશે. તેનું રિઝોલ્યુશન 900 x 1850 પિક્સલ હશે. આ સ્માર્ટફોનમાં 64GB સ્ટોરેજ અને દમદાર બેટરી મળશે. આ સિવાય કંપની તેમાં કોઈ નવાં પ્રોસેસરનો પણ ઉપયોગ કરી શકે છે. તેની કિંમત 50થી 60 હજાર રૂપિયા હોઈ શકે છે. જોકે અત્યાર સુધી કંપનીએ તેના લોન્ચિંગ વિશે કોઈ ઓફિશિયલ જાહેરાત કરી નથી.