iPhone 16 સિરીઝનું આજથી વેચાણ શરુ, મુંબઈમાં Apple સ્ટોરની બહાર ઉમટી ભીડ,જાણો કેટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
iPhone 16 Discount offer: આઈફોન 16 સિરીઝનું આજે પહેલીવાર વેચાણ થઈ રહ્યું છે. આવો અમે તમને તમામ મોડલ્સની કિંમતો અને ઑફર્સ વિશે જણાવીશું.
iPhone 16 Discount offer: એપલની લેટેસ્ટ iPhone સિરીઝ iPhone 16 સિરીઝનું પહેલું વેચાણ આજથી ભારતમાં શરૂ થઈ રહ્યું છે. જેના માટે મુંબઈના BKC ખાતે એપલ સ્ટોરની બહાર એક વિશાળ ભીડ એકઠી થઈ છે. આ ભારતનો પ્રથમ એપલ સ્ટોર છે. મુંબઈના આ સ્ટોર બહાર કલાકોથી લોકો લાઈન લગાવીને ઉભા છે. આ શ્રેણીમાં ચાર મોડલ શામેલ છે: iPhone 16, iPhone 16 Plus, iPhone 16 Pro અને iPhone 16 Pro Max. આ વેચાણ Appleના સત્તાવાર સ્ટોર્સ, ઓનલાઈન પ્લેટફોર્મ અને અન્ય અધિકૃત રિટેલર્સ પર ઉપલબ્ધ છે.
#WATCH | Maharashtra: A huge crowd gathered outside Apple store at Mumbai's BKC - India's first Apple store.
Apple's iPhone 16 series to go on sale in India from today. pic.twitter.com/RbmfFrR4pI— ANI (@ANI) September 20, 2024
મુંબઈ સ્થિત Apple BKC અને દિલ્હી સ્થિત Apple Saket ના ઑફલાઇન સ્ટોર્સ પરથી ગ્રાહકો આજે Appleના આ નવા મૉડલ ખરીદી શકે છે. આ ઉપરાંત, તેઓ કેટલાક પસંદગીના થર્ડ પાર્ટી રિટેલર્સ દ્વારા પણ ખરીદી શકાય છે. એપલ ઈન્ડિયાની ઓફિશિયલ વેબસાઈટ દ્વારા તમે આજે એપલનો નવો આઈફોન પણ ખરીદી શકો છો.
મુંબઈ એપલ સ્ટોરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં લોકોમાં આઇફોન ખરીદવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. અહીં લોકો iPhone ખરીદવા માટે લાંબી લાઈનો લગાવી છે.
VIDEO | Huge crowd gathers outside an Apple store in Mumbai as the new iPhone 16 series goes on sale from today.
— Press Trust of India (@PTI_News) September 20, 2024
(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/rA61tyivaY
આ પ્રથમ વખત છે જ્યારે કંપની પાછલા વર્ઝન કરતાં ઓછી કિંમતે iPhone Pro સિરીઝનું વેચાણ કરી રહી છે, જેનું મુખ્ય કારણ તાજેતરના બજેટમાં આયાત ડ્યૂટીમાં કરાયેલા કાપને કારણે છે. કંપનીએ નિવેદનમાં જણાવ્યું છે કે, iPhone 16 Proની શરૂઆતી કિંમત 1,19,900 રૂપિયા છે અને iPhone 16 Pro Maxની શરૂઆતની કિંમત 1,44,900 રૂપિયા છે.
ઑફર્સ અને ડિસ્કાઉન્ટ
iPhone 16 ખરીદનારા વપરાશકર્તાઓને પસંદગીના બેંક કાર્ડ દ્વારા ચુકવણી પર રૂ. 5000 નું ડિસ્કાઉન્ટ મળશે. આ સિવાય યુઝર્સ ઓફિશિયલ વેબસાઈટ પર જૂના ડિવાઈસને એક્સચેન્જ કરીને 67,500 રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફર પણ મેળવી શકે છે. ગ્રાહકો નો કોસ્ટ EMI દ્વારા પણ ફોન ખરીદી શકે છે.
આ સિવાય Apple નવો iPhone ખરીદવા પર 3 મહિના માટે Apple Musicનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ આપી રહ્યું છે. આઈફોન સિરીઝનો આ નવો ફોન ખરીદવા પર લોકોને 3 મહિના માટે Apple TV+ અને Apple Arcadeનો ફ્રી એક્સેસ પણ મળશે. નવી આઈફોન સીરીઝના અન્ય મોડલ્સમાં લગભગ આવી જ ઓફર આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો..