New Year પર WhatsApp એ ભારતનો ખોટો નકશો શેર કર્યો, મંત્રીએ ક્લાસ લગાવતા કર્યો ડિલીટ
નવા વર્ષ પહેલા વોટ્સએપ દ્ધારા શેર કરવામાં આવેલો વિશ્વનો નકશો વિવાદમાં આવ્યો હતો
નવા વર્ષ પહેલા વોટ્સએપ દ્ધારા શેર કરવામાં આવેલો વિશ્વનો નકશો વિવાદમાં આવ્યો હતો. વોટ્સએપની આ ભૂલ પર આઈટી મંત્રી રાજીવ ચંદ્રશેખરે વોટ્સએપને કડક ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે જો તમારે ભારતમાં કામ કરવું હોય તો તમારે દેશના સાચા નકશાને અનુસરવું પડશે. વાસ્તવમાં નવા વર્ષ પહેલા વોટ્સએપે વિશ્વનો નકશો શેર કર્યો હતો.
Dear @WhatsApp - Rqst that u pls fix the India map error asap.
— Rajeev Chandrasekhar 🇮🇳 (@Rajeev_GoI) December 31, 2022
All platforms that do business in India and/or want to continue to do business in India , must use correct maps. @GoI_MeitY @metaindia https://t.co/aGnblNDctK
આ મેપ સાથે વોટ્સએપે ટ્વીટ કર્યું છે કે નવા વર્ષની શુભેચ્છા આપવા માટે તમારે અડધી રાત સુધી રાહ જોવાની જરૂર નથી. તમે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ અમારું લાઇવ સ્ટ્રીમ જોઈ શકો છો અને નક્કી કરી શકો છો કે ક્યારે નવા વર્ષની શુભેચ્છાઓ માટે WhatsApp મેસેજ મોકલવા.
Thank you Minister for pointing out the unintended error; we have promptly removed the stream, apologies. We will be mindful in the future.
— WhatsApp (@WhatsApp) December 31, 2022
વોટ્સએપે ખોટો નકશો શેર કર્યો
કેન્દ્રીય આઈટી મંત્રી રાજીવ ચંદ્રશેખરે આ અંગે વોટ્સએપને ચેતવણી આપી હતી. વાસ્તવમાં વોટ્સએપે આ લાઈવ સ્ટ્રીમના ટ્વીટમાં ભારતનો ખોટો નકશો બતાવ્યો હતો. વોટ્સએપ દ્વારા શેર કરવામાં આવેલા ગ્રાફિક્સ મેપમાં પીઓકે અને ચીનના દાવાના કેટલાક હિસ્સાને ભારતથી અલગ બતાવવામાં આવ્યા હતા.
વોટ્સએપને ટેગ કરીને કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે ટ્વીટ કર્યું હતું કે ભારતમાં કામ કરતા અથવા કામ કરવા માંગતા તમામ પ્લેટફોર્મે ભારતના સાચા નકશાનો ઉપયોગ કરવો જોઈએ. તેમણે વોટ્સએપની માલિકીની કંપની મેટા અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામને પણ ટેગ કર્યા હતા. રાજીવ ચંદ્રશેખરે લગભગ 4 વાગ્યાની આસપાસ વોટ્સએપનું આ ટ્વીટ જોયું અને કંપનીને ચેતવણી આપી હતી.
બાદમાં વોટ્સએપે પોતાનું ટ્વિટ ડિલીટ કર્યું હતું. આ મામલે કંપની પર પોલીસ કેસ પણ થઈ શકે છે.કેન્દ્રીય મંત્રીના ટ્વીટના જવાબમાં વોટ્સએપે લખ્યું, 'અમારી ભૂલ તરફ ધ્યાન દોરવા બદલ આભાર. અમે આ સ્ટ્રીમિંગ દૂર કર્યું છે અને ભૂલ માટે માફી માંગીએ છીએ. ભવિષ્યમાં અમે તેનું ધ્યાન રાખીશું.