શોધખોળ કરો
Advertisement
Jioના આ પ્લાનમાં બે વર્ષ સુધી કૉલિંગ, ઇન્ટરનેટ સહિત બધુ ફ્રી, ગિફ્ટમાં મેળવો નવો ફોન
કંપનીએ જે નવો પ્લાન લોન્ચ કર્યો છે તેમાં બે વર્ષ સુધી ઇન્ટરનેટ, કૉલ અને મેસેજ સહિત તમામ સેવા ફ્રી આપવાની જાહેરાત કરવામાં આવી છે.
મુંબઈ: રિલાયન્સ જિયોએ પોતાના ગ્રાહકોને આકર્ષવા માટે અત્યાર સુધીની સૌથી શાનદાર ઓફર લોન્ચ કરી છે. કંપનીએ જે નવો પ્લાન લોન્ચ કર્યો છે તેમાં બે વર્ષ સુધી ઇન્ટરનેટ, કૉલ અને મેસેજ સહિત તમામ સેવા ફ્રી આપવાની જાહેરાત કરવામાં આવી છે. એટલું જ નહીં, આ ઓફર સાથે Jio ફોન પણ મળી રહ્યો છે. Jio હવે THE NEW JIOPHONE 2021 OFFER સાથે આવી છે. જેમાં Jio Phoneના નવા યૂઝર્સને 1,999 રૂપિયાનો શાનદાર પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે. આ પ્લાનમાં યૂઝર્સને 24 મહિના સુધી અનલિમિટેડ સર્વિસ ઓફર કરવામાં આવી રહી છે. આ પ્લાનમાં યૂઝર્સને બે વર્ષ સુધી અનલિમિટેડ કોલિંગ અને દર મહિને બે જીબી ડેટા મળશે.
આ નવી ઓફર Jioના 2G મુક્ત ભારત અભિયાનનો હિસ્સો છે. હાલ દેશમાં 30 કરોડ 2G યૂઝર્સ છે, જેમના માટે Jioએ નવી ઓફર રજૂ કરી છે. Jioની આ ઓફર 1 માર્ચ, 2021થી શરૂ થઈ રહી છે. આ ઓફરનો લાભ રિલાયન્સ રિટેલ સ્ટોર અને Jio રિટેલ સ્ટોર પરથી લઈ શકાશે. 1,999 રૂપિયાના આ પ્લાનમાં યૂઝર્સને એક Jio ફોન પણ મળશે. જેમાં બે વર્ષ સુધી અનલિમિટેડ કૉલિંગ અને દર મહિને બે GB હાઈસ્પીડ ડેટા મળશે. એટલે કે ફક્ત 2,000 રૂપિયા ખર્ચીને તમે બે વર્ષ સુધી મોબાઇલ રિચાર્જમાંથી મુક્તિ મેળવી શકશો.
આ ઉપરાંત એક અન્ય ઓફર પણ છે. જેમાં તમારે 1,499 રૂપિયા ખર્ચવા પડશે. આ ઓફર હેઠળ તમને એક વર્ષ સુધી અનલિમિટેડ સર્વિસ મળશે તેમજ Jio ફોન ફ્રીમાં મળશે. 1,499 રૂપિયા ખર્ચ કરીને યૂઝર્સ અનલિમિટેડ વોઇસ કૉલ, અનલિમિટેડ ડેટાનો લાભ મેળવી શકશે. એટલે કે એક વર્ષ સુધી તમારે કોઈ જ રિચાર્જ નહીં કરાવવું પડે અને તમે ફોનનો ઉપયોગ કરી શકશો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement