શોધખોળ કરો
Jio આપે છે આ ફ્રી સર્વિસ, જેની પાસે જિઓ સીમ નહીં હોય તે પણ ઉઠાવી શકશે લાભ
જિઓ યૂઝર્સને ઓછી કિંમતમાં અનલિમિટેડ કોલ, ઇન્ટરનેટની સુવિધાઓતો મળે જ છે, પરંતુ જિઓની એક એવી એપ પણ છે, જેનાથી ફોનનો ડેટા પણ ટ્રાન્સફર કરી શકાય છે.
![Jio આપે છે આ ફ્રી સર્વિસ, જેની પાસે જિઓ સીમ નહીં હોય તે પણ ઉઠાવી શકશે લાભ jio switch app let all android users to transfer data like photos videos docs contacts know how to use Jio આપે છે આ ફ્રી સર્વિસ, જેની પાસે જિઓ સીમ નહીં હોય તે પણ ઉઠાવી શકશે લાભ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/10/01144047/jio-switch-.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ જિઓ આવવાથી લોકોને અનેક સર્વિસ બિલકુલ ફ્રીમાં મળી રહી છે. જિઓ યૂઝર્સને ઓછી કિંમતમાં અનલિમિટેડ કોલ, ઇન્ટરનેટની સુવિધાઓતો મળે જ છે, પરંતુ જિઓની એક એવી એપ પણ છે, જેનાથી ફોનનો ડેટા પણ ટ્રાન્સફર કરી શકાય છે. આ એપનું નામ છે JioSwitch, આમ તો જિઓની મોટાભાગની સુવિધા જિઓ સિમ યૂઝર્સને જ મળે છે, પરંતુ આ એપનો ઉપયોગ કોઈપણ એન્ડ્રોઈડ યૂઝર્સ કરી શકે છ. આવો જાણીએ કેવી રીતે કરશો JioSwitch એપનો ઉપયોગ.
સોથા પહેલા તમારે પ્લે સ્ટોરમાં જઈને Jio Switchને સર્ચ કરો, તેને ઈંસ્ટોલ કરો. બાદમાં તેને ઓપન કરો, ઓપન કર્યા બાદ તમને Send અને Receiveનું ઓપ્શન જોવા મળશે.
હવે તમે કોઈને ફોટો, વીડિયો, કોન્ટેક્ટ, સોન્ગ જે પણ મોકલવા માગો છો તે Send પર ટેપ કરો, હવે તમારી સામે અલગ-અલગ કેટેગરી આવશે, જેમાં Videos, Photos, Applications, Music, Files, Contacts, Calender જોવા મળશે.
હવે તમારી મનપસંદ કેટેગરીમાં જાવ. જેમ કે તમે Photos સિલેક્ટ કરો છો તો તમારી સામે ફોનના ફોટોઝનું આખું લિસ્ટ આવી જશે.
ધ્યાન રાખો કે જેને તમે ફોટો સેંડ કરો છો તેના ફોનમાં Receiveનું ઓપ્શન ઓન કરો. સેંડ પર ટેપ કર્યા બાદ તે વ્યક્તિનું ડિવાઈસ નેમ જોવા મળશે, જેને તમે ફોટો મોકલવા માગો છો. હવે તેના નામ પર ટેપ કર્યા બાદ ફોટો ઝડપથી સેંડ થઈ જશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
આઈપીએલ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)