શોધખોળ કરો
Advertisement
Jio,Airtel અને Vi ત્રણેય કંપનીઓમાં કોનો 199 રૂપિયાનો પ્લાન છે બેસ્ટ ? જાણો
ગ્રાહકોને આકર્ષવા માટે કંપનીઓ યૂઝર્સે અલગ-અલગ રિચાર્જ પ્લાન આપે છે. એરટેલ, જિયો અને વીઆઈ તેમના ગ્રાહકોને અલગ-અલગ કિંમત અને ફાયદાઓ સાથે પ્રિપેઇડ રિચાર્જ પ્લાન પ્રોવાઈડ કરે છે.
ગ્રાહકોને આકર્ષવા માટે કંપનીઓ યૂઝર્સે અલગ-અલગ રિચાર્જ પ્લાન આપે છે. એરટેલ, જિયો અને વીઆઈ તેમના ગ્રાહકોને અલગ-અલગ કિંમત અને ફાયદાઓ સાથે પ્રિપેઇડ રિચાર્જ પ્લાન પ્રોવાઈડ કરે છે. પરંતુ કેટલીક યોજનાઓ ત્રણેય કંપનીઓ દ્વારા એક જ કિંમતે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જો કે, આ યોજનાઓમાં મળતા ફાયદા ચોક્કસપણે જુદા છે. આવી જ એક પ્રીપેડ યોજના 199 રૂપિયાની છે. ચાલો જાણીએ કે આ કિંમતમાં કંપની શું ઓફર કરે છે.
આ યોજના હેઠળ, કંપની તેના ગ્રાહકોને 1.5GB દરરોજ મોબાઈલ ડેટા અને અનલિમિટેડ કોલિંગ ઓફર કરે છે. આ યોજનામાં કંપની દ્વારા દરરોજ 100SMS પણ આપવામાં આવે છે. આ યોજના સિવાય ગ્રાહકોને મફત અનલિમિટેડ હેલોટ્યુન્સ, વિંક મ્યુઝિકનું એક્સેસ અને એરટેલ એક્સટ્રીમ સેવા પણ આ આપવામાં આવે છે. આ યોજના 28 દિવસની માન્યતા સાથે આવે છે.
VIના 199 રૂપિયાના પ્લાનમાં દરરોજ 1 જીબી ડેટા વપરાશ માટે મળે છે. 24 દિવસની વેલિડિટી મળે છે. દરરોજ 100SMS પણ આપવામાં આવે છે.
જિયોના આ પ્લાન અંતર્ગત કંપની તેના પ્રીપેડ ગ્રાહકોને દરરોજ 1.5GB ડેટા, મફત ઓન નેટ કોલિંગ, ઓફ-નેટ કોલિંગ માટે 1000 FUP મિનિટ અને દૈનિક 100SMS આપે છે. વળી, આ યોજનામાં, ગ્રાહકોને JioTV અને JioSaavn જેવી Jio એપ્લિકેશનોનું મફત એક્સેસ પણ આપવામાં આવી છે. આ યોજનાની માન્યતા 28 દિવસની છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
અમદાવાદ
બિઝનેસ
Advertisement