શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ટ્વીટરને ટક્કર આપવા આવી દેસી Koo App, કેમ આવી ચર્ચામાં ને શું છે એપની ખાસિયત, જાણો વિગતે
ભારત સરકાર વૉટ્સએપને ટક્કર આપવા માટે મેડ ઇન ઇન્ડિયા સંદેશ એપને રિલીઝ કરી છે, તેવી જ રીતે દેશમાં ટ્વીટરનુ પણ મેડ ઇન ઇન્ડિયા રિપ્લેસમેન્ટ આવી ગયુ છે. આ રિપ્લેસમેન્ટ એપનુ નામ છે Koo App છે. આ એપ છેલ્લા કેટલાય દિવસોથી સોશ્યલ મીડિયા પર જબરદસ્ત ચર્ચાએ ચઢી છે. જાણો શું છે તે......
નવી દિલ્હીઃ આપણો દેશ આત્મનિર્ભર ભારત તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે, આનુ સબૂત એ છે કે જે એપ દુનિયાભરમાં ખુબ પૉપ્યુલર છે, હવે આપણા દેશમાં તેના જેવી જ દેસી એપ્સ ડેવલપ કરવામાં આવી રહી છે. ભારત સરકાર વૉટ્સએપને ટક્કર આપવા માટે મેડ ઇન ઇન્ડિયા સંદેશ એપને રિલીઝ કરી છે, તેવી જ રીતે દેશમાં ટ્વીટરનુ પણ મેડ ઇન ઇન્ડિયા રિપ્લેસમેન્ટ આવી ગયુ છે. આ રિપ્લેસમેન્ટ એપનુ નામ છે Koo App છે. આ એપ છેલ્લા કેટલાય દિવસોથી સોશ્યલ મીડિયા પર જબરદસ્ત ચર્ચાએ ચઢી છે. જાણો શું છે તે......
શું છે Koo App?
કેટલાય દિવસોથી ઇન્ટરનેટ પર ધૂમ મચાવનારી આ એપને બેંગ્લુરુ બેઝ્ડ Aprameya Radhakrishnaએ ગયા વર્ષે ડેવલપ કરી હતી. આ એપ ડિજીટલ ઇન્ડિયા આત્મનિર્ભર ભારત ઇનૉવેટ ચેલેન્જનો વિજેતા રહ્યો હતો. Koo App iOS અને Android પ્લેટફોર્મ પર અવેલેબલ છે. દેસી ટ્વીટર કહેવાતી આ એપ સ્માર્ટફોનમાં આસાનીથી ઇન્સ્ટૉલ કરી શકાય છે. Koo appની વેબસાઇટ પર જઇને તમે આના વિશે વધારે માહિતી હાંસલ કરી શકો છો.
કેમ થઇ રહી છે ચર્ચા......
Koo App ચર્ચામાં ત્યારે આવી જ્યારે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે ટ્વીટ કરીને આના વિશે જાણકારી આપી. ગોયલે ટ્વીટર દ્વારા બતાવ્યુ કે તેમને Homegrown microblogging platform Koo જૉઇન કર્યુ છે. આ એટલા માટે પણ ચર્ચામાં આવી કે ટ્વીટર અને ભારત સરકારની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી બધુ ઠીક નથી ચાલી રહ્યું. આ બધાની વચ્ચે કેન્દ્ર સરકાર આત્મનિર્ભર ભારતની દિશામાં પોતાનુ પગલુ આગળ ભરી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion