શોધખોળ કરો
Realme 5 અને Realme 5 Pro ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને સ્પેશિફિકેશન
આ બન્ને સ્માર્ટફોનની ખાસ વાત એ છે કે બન્નેમાં રિયરમાં ક્વૉડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. જો કે Realme 5 Proમાં પ્રાઈમરી કેમેરા 48MP નો છે. જ્યારે Realme 5નો પ્રાઈમરી કેમેરા 12 MP છે.
Realmeએ ભારતમાં બે નવા સ્માર્ટફોન Realme 5 અને Realme 5 Pro લોન્ચ કરી દીધા છે. આ બન્ને સ્માર્ટફોનની ખાસ વાત એ છે કે બન્નેમાં રિયરમાં ક્વૉડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. જો કે Realme 5 Proમાં પ્રાઈમરી કેમેરા 48MP નો છે. જ્યારે Realme 5નો પ્રાઈમરી કેમેરા 12MP છે.
Realme 5ની વાત કરીએ તો તેમાં 6.5 ઇંચની મોટી સ્ક્રીન આપવામાં આવી છે. સાથે સ્નેપડ્રેગન 665 પ્રોસેસર અને રિયરમાં ક્વૉડ કેમેરા સેટઅપ છે. બેટરી 5,000mAh ની આપવામાં આવી છે. જો કે આ ફોન થોડો વજનદાર છે, જેનું કારણ મોટી બેટરી હોઈ શકે છે.
કેમેરાની વાત કરીએ તો રિયરમાં ચાર કેમેરા 12MP+8MP+2MP+2MP સેટઅપ આપવામાં આવ્યા છે. સેલ્ફી કેમેરા 13MP નો છે.Realme 5ની (3GB RAM/ 32GB સ્ટોરેજ) શરૂઆતી કિંમત 9,999 રૂપિયા છે. Realme 5ના 4GB રેમ અને 128GB સ્ટોરેજવાળા ફોનની કિંમત 11,999 રૂપિયા છે.
Realme 5 Pro 6.0 OS બેઝ્ડ એન્ડ્રોઈડ 9 પાઈ પર ચાલે છે. જેમાં 6.3 ઇંચની full-HD+ (1080x2340 pixels) ડિસ્પ્લે આપવામાં આવી છે. પ્રોસેસર Snapdragon 712 SoC છે.
Realme 5 Proની (4GB RAM/ 64GB સ્ટોરેજ) શરૂઆતી કિંમત 13,999 રૂપિયા છે. 6GB RAM/ 64GB સ્ટોરેજવાળા વેરિએન્ટની કિંમત 14,999 રૂપિયા છે. અને 8GB RAM/ 128GB સ્ટોરેવાળા વેરિએન્ટની કિંમત 16,999 છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
મનોરંજન
બિઝનેસ
દેશ
Advertisement