સરકારે લૉન્ચ કરેલી UPI123Pay શું છે, નાના લોકોને પૈસા ટ્રાન્સફર કરવામાં કઇ રીતે કરે છે મદદ, જાણો આખી પ્રૉસેસ.............
આરબીઆઇ ગવર્નર શક્તિકાંત દાસે ફિચર ફોન માટે યુપીઆઇ લૉન્ચ કરી, જેને યુપીઆઇ123પે કહે છે.
નવી દિલ્હીઃ આરબીઆઇ ગવર્નર શક્તિકાંત દાસે ફિચર ફોન માટે યુપીઆઇ લૉન્ચ કરી, જેને યુપીઆઇ123પે કહે છે. તેમને ડિજીટલ પેમેન્ટ માટે 24x7 હેલ્પલાઇન - ડિઝી સાથી પણ લૉન્ચ કરી છે. ફિચર ફોન પર યુપીઆઇ ગ્રામીણ વિસ્તારોમાં તે લોકોની મદદ કરશે જે સ્માર્ટફોનનો ઉપયોગ નથી કરી શકતા. આમાં કઇ કઇ સુવિધાઓ તમને મળવાની છે અને પૈસા કઇ રીતે ટ્રાન્સફર કરી શકાય છે આની પુરેપુરી જાણકારી અહીં આપવામાં આવી છે.
UPI (યૂનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ) '123PAY' તે યૂઝર્સ માટે સેવાઓ આપશે જે ફિચર ફોનનો ઉપયોગ કરે છે.
UPI 123Pay કસ્ટમર્સને સ્કેન એન્ડ પેને છોડીને લેવડદેવડ માટે ફિચર ફોનના ઉપયોગની અનુમતિ આપશે.
આ લેવડદેવડ માટે ઇન્ટરનેટ કનેક્શનની આવશ્યકતા નથી. આ સુવિધાનો ઉપયોગ કરવા માટે ગ્રાહકોને પોતાના બેન્ક ખાતાને ફિચર ફોન સાથે લિન્ક કરવુ પડશે.
ફિચર ફોન યૂઝર્સ ચાર ટેક્નિકલ ઓપ્શનના આધાર પર કેટલીય રીતની લેવડદેવડ કરવામાં સક્ષમ થશે.
આમાં આઇવીઆર (ઇન્ટરેક્ટિવ વૉઇસ રિસ્પૉન્સ) નંબર પર કૉલ કરવો, ફિચર ફોનમાં એપની કાર્યક્ષમતા, મિસ્ડ કૉલ આધારિત એપ્રૉચ અને પ્રૉક્સીમિટી સાઉન્ડ બેઝ્ડ પેમેન્ટ પણ સામેલ છે.
આવા યૂઝર્સ દોસ્તો અને પરિવારને પેમેન્ટ કરી શકે છે. યૂટિલિટી બીલોનુ પેમેન્ટ કરી શકે છે. પોતાના વાહનોને ફાસ્ટ ટેગનુ રિચાર્જ કરી શકે છે, મોબાઇલ બીલોનુ પેમેન્ટ કરી શકે છે અને યૂઝર્સ એકાઉન્ટ બેલેન્સ ચેક કરી શકે છે.
ગ્રાહક બેન્ક ખાતાને લિન્ક કરવુ, યૂપીઆઇ પિન સેટ કરવો કે બદલવામાં પણ સક્ષમ થશે.
એક રિપોર્ટ અનુસાર, અનુમાનિત 40 કરોડ મોબાઇલ ફોન યૂઝર્સ છે જેના પાસે ફિચર ફોન છે.
How to Use UPI123Pay -
સૌથી પહેલા યૂઝર્સને પોતાનુ બેન્ક એકાઉન્ટ UPI123Pay સાથે લિન્ક કરવુ પડશે.
આ પછી યૂઝર્સને પોતાના ડેબિટ કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને યુપીઆઇ પિન સેટ કરવો પડશે.
એકવાર આ પુરુ થાય બાદ, હવે યૂઝર્સ પોતાના ફિચર ફોનથી IVR પર કૉલ કરીને સર્વીસીઝનો ફાયદો ઉઠાવી શકશે, જેમાં મની ટ્રાન્સફર, ઇલેક્ટ્રિસિટી બીલ, એલપીજી બીલ વગેરે સામેલ છે.
મની ટ્રાન્સફર કરવા માટે યૂઝરને સૌથી પહેલા સર્વિસ સિલેક્ટ કરવી પડશે. આ પછી તે નંબર નાંખવો પડશે જેના પર પૈસા ટ્રાન્સફર કરવા માંગો છો, આ પછી એમાઉન્ટ નાંખવી પડશે અને પોતાનો યૂપીઆઇ પિન નોંધવો પડશે.
કોઇ મર્ચેન્ટને પેમેન્ટ કરવા માટે યૂઝર બે મેથડમાંથી કોઇ એક સિલેક્ટ કરી શકે છે. પહેલી છે એપનો ઉપયોગ કરીને અને બીજી છે મિસ્ડ કૉલ કરીને.
આ ઉપરાંત એક તરતજ પૈસા ટ્રાન્સફર કરવાની એક વૉઇસ મેથડ પણ છે.