શોધખોળ કરો
Advertisement
iPhone 11 ની તુલનામાં iPhone 12ના પ્રોડક્શનનો ખર્ચ વધ્યો, જાણો શું છે કારણ
iPhone 12 Pro બનાવવામાં 406 ડોલર એટલે કે 30,000 રૂપિયા ખર્ચ આવે છે.
iPhone 11 ની તુલનામાં iPhone 12ના પ્રોડક્શનમાં 21 ટકા વધારે ખર્ચ થઈ રહ્યો છે. એક રિપોર્ટ પ્રમાણે નવા iPhone 12નું બિલ ઓફ મટિરિયલ કુલ 431 ડોલર એટલે કે આશરે 31,500 રૂપિયા આવે છે. આ ખર્ચો ફોનમાં લગાવવામાં આવતાં નવા પાર્ટસ, 5જી મટિરિયલ અને એપલના A14 બાયોનિક ચિપસેટના કારણે આવ્યુ છે.
iPhone 12 બનાવવામાં આવે છે આટલો ખર્ચ
રિપોર્ટમા બિલ ઓફ મટિરિયલથી ખુલાસો થયો છે કે iPhone 12ને બનાવવામાં 373 ડોલર આશે 27,500 રૂપિયા ખર્ચ આવે છે. જ્યારે iPhone 12 Pro બનાવવામાં 406 ડોલર એટલે કે 30,000 રૂપિયા ખર્ચ આવે છે. જોકે તની સિવાય અનેક ઓવરહેડ ચાર્જ લાગે છે. જે બાદ રિટલે પ્રાઇસ ફિક્સ થાય છે.
આ પાર્ટ્સ હોય છે સૌથી મોંઘા
રિપોર્ટ મુજબ, iPhone 12 અને iPhone 12 Proના સૌથી મોંઘા પાર્ટ્સ ક્વાલકોમ X55 5G મોડેમ, સેમસંગ દ્વારા બનાવવામાં આવતી OLED ડિસ્પ્લે, સોની દ્વારા બનાવવામાં આવતાં કેમેરા સેંસર અને A14 બાયોનિક ચિપ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion