સેમસંગનો દમદાર ફોન Samsung Galaxy M13 Series ભારતમાં લૉન્ચ, કિંમત જાણીને તમે પણ ખરીદવા થઇ જશો તૈયાર
Samsung Galaxy M13 5Gમાં 90Hz રિફ્રેશ રેટની સાથે 6.5-ઇંચ HD + ડિસ્પ્લે આપવામાં આવી છે, જેમાં 400nits ની પીક બ્રાઇટનેસ અને ગોરિલ્લા ગ્લાસ 3 પ્રૉટેક્શન છે.
Samsung Galaxy M13 Series Launch: સેમસંગે ભારતીય માર્કેટમાં પોતાની M સીરીઝના સ્માર્ટફોનને લૉન્ચ કરી દીધો છે. આ સીરીઝને 14 જુલાઇ 2022 એ બપોરે 12 વાગે ઓનલાઇન સ્ટ્રીમિંગ કરીને લૉન્ચ કરવામાં આવ્યો. સીરીઝમાં બે સ્માર્ટફોન Samsung Galaxy M13 4G અને Samsung Galaxy M13 5G લૉન્ચ કરવાનમાં આવ્યા છે. Galaxy M13 4G માં 6.6 ઇંચની FHD+ ડિસ્પ્લે આપવામાં આવી છે, વળી 5G મૉડલમાં તમને 6.5 ઇંચની FHD+ ડિસ્પ્લે મળે છે. જાણો આ ફોન્સ વિશે ડિટેલ્સમાં..........
Samsung Galaxy M13 5Gમાં 90Hz રિફ્રેશ રેટની સાથે 6.5-ઇંચ HD + ડિસ્પ્લે આપવામાં આવી છે, જેમાં 400nits ની પીક બ્રાઇટનેસ અને ગોરિલ્લા ગ્લાસ 3 પ્રૉટેક્શન છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 12 આધારિત OneUI 4 પર ચાલે છે. ફોનના 5G મૉડલમાં મીડિયાટેક ડાયમેન્સિટી 700 પ્રૉસેસર આપવામાં આવ્યુ છે, જેમાં 6GB સુધી રેમ આપવામાં આવી છે. આ ફોનમાં સેમસંગ રેમ પ્લસ ફિચરની પણ સુવિધા છે, જેમાં રેમને 12GB સુધી વધારી શકાશે.
ફોટો અને વીડિયો માટે, Galaxy M13 5G ડ્યૂલ રિયર કેમેરા સેટઅપ આપવામા આવ્યો છે, જેમાં 50MPનુ મેન સેન્સર અને 2MP નો સેકન્ડરી સેન્સર છે. સેલ્ફી અને વીડિયો કૉલ માટે ફોન 5MP નો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. આ ફોનમાં 128GB સુધી ઇનબિલ્ટ સ્ટૉરેજ છે, જેને માઇક્રોએસડી કાર્ડથી 1TB સુધી લંબાવી શકાય છે. Galaxy M13 5G સ્માર્ટફોનમાં 5,000mAh ની બેટરી આપવામાં આવી છે, જે 15W ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોનનુ ડાયમેન્શન 164.5x76.5mm, જાડાઇ 8.8mm અને વજન 195 ગ્રામ છે.
Samsung Galaxy M13 ની Specifications -
Samsung Galaxy M13માં 6.6 ઇંચની ફૂલ -HD+ એલસીડી ડિસ્પ્લે આપવામા આવી છે, જેમાં 480nits બ્રાઇટનેસ અને ગોરિલ્લા ગ્લાસ 5 પ્રૉટેક્શન છે. આ સ્માર્ટફોનમાં Exynos 850 પ્રૉસેસર મળે છે, જેમાં 6GB સુધી રેમ અને 128GB સુધી ઇનબિલ્ટ સ્ટૉરેજ છે. ફોનના ઇન્ટરનલ સ્ટૉરેજને માઇક્રો એસડી કાર્ડ દ્વારા 1TB સુધી વધારી શકાય છે. Galaxy M13 4G માં પણ સેમસંગ રેમ પ્લસ ફિચર આપવામાં આવ્યુ છે, આમાં રેમને 12GB સુધી વધારી શકાય છે.
Samsung Galaxy M13 સીરીઝની કિંમત -
Samsung Galaxy M13 4Gમાં 4GB રેમ +64GB સ્ટૉરેજ વેરિએન્ટની કિંમત 11,999 રૂપિયા છે, જ્યારે 6GB રેમ+128GB સ્ટૉરેજ વેરિએન્ટની કિંમત 13,999 રૂપિયા છે.
Samsung Galaxy M13 5G મૉડલની વાત કરીએ તો આ ફ ફોનના 4GB રેમ+64GB સ્ટૉરેજ મૉડલની કિંમત 13,999 રૂપિયા અને 6GB રેમ+128GB સ્ટૉરેજ મૉડલની કિંમત 15,999 રૂપિયા છે.