શોધખોળ કરો
Advertisement
WhatsAppની ભારતમાંથી થઇ શકે છે છુટ્ટી, તેની જગ્યાએ આવી રહી છે આ મેઇ ઇન ઇન્ડિયા એપ, જાણો શું છે ખાસ......
રિપોર્ટ પ્રમાણે આનુ ટેસ્ટિંગ સરકારી અધિકારીઓ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે, ‘Sandes’ એક હિન્દી શબ્દ છે જેનો અર્થ સંદેશ થાય છે. ભારત સરકારે આ એપ બનાવવાની વાત ગયા વર્ષે કહી હતી, અને હાલ તે ટેસ્ટિંગ ફેઝમાં છે, અને લગભગ તૈયાર થઇ ચૂકી છે
નવી દિલ્હીઃ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપનો ભારતીય વિકલ્પ બહુ જલ્દી માર્કેટમાં આવવાનો છે, ભારતમાં બહુ જલ્દી વૉટ્સએપ જેવી એપ્સ ‘Sandes’ એન્ટ્રી કરી શકે છે. રિપોર્ટ પ્રમાણે આનુ ટેસ્ટિંગ સરકારી અધિકારીઓ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે, ‘Sandes’ એક હિન્દી શબ્દ છે જેનો અર્થ સંદેશ થાય છે. ભારત સરકારે આ એપ બનાવવાની વાત ગયા વર્ષે કહી હતી, અને હાલ તે ટેસ્ટિંગ ફેઝમાં છે, અને લગભગ તૈયાર થઇ ચૂકી છે. બતાવવામાં આવી રહ્યું છે કે બહુ જલ્દી આને લૉન્ચ કરી દેવામાં આવી શકે છે.
જોકે ભારતમાં એપના રૉલઆઉટ વિશે કોઇ જાણકારી નથી આપવામાં આવી, પરંતુ જો તમે gims.gov.in પેજ પર જાઓ છો, તો તમે ‘sandes’ને જોઇ શકો છો. આ એપ એ તમામ ફિચર્સ સાથે આવે છે જે વૉટ્સએપ જેવી મેસેજિંગ એપમાં આપવામાં આવે છે. આમાં યૂઝર્સ વૉઇસ અને ડેટા જેવા ફિચર્સનો ઉપયોગ કરી શકશો.
માહિતી અને ટેકનોલૉજી મંત્રાલયની નેશનલ બ્રાન્ચ રાષ્ટ્રીય માહિતી વિજ્ઞાન કેન્દ્ર આ એપનો એન્ડ્રોઇડના બેકએન્ડને સંભાળે છે. રિપોર્ટ પ્રમાણે આને એન્ડ્રોઇડ અને આઇઓએસ બન્ને પ્લેટફોર્મ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. યૂઝર્સ એપને LDAP દ્વારા સાઇન ઇન, OTP થી સાઇન ઇન અને sandes web દ્વારા સાઇન ઇન કરવાની કોશિશ કરે છે તો તેને એક પૉપ-અપ મળશે. જેમાં લખ્યું છે ‘આ ઓથેન્ટિકેશન અધિકૃત સરકારીઓ માટે લાગુ છે.’
નોંધનીય છે કે અગાઉ સરકાર વૉટ્સએપની પ્રાઇવસી પૉલીસી પર સવાલો ઉઠાવી ચૂકી છે. કેન્દ્ર સરકારે દિલ્હી હાઇકોર્ટને કહ્યું હતુ કે વૉટ્સએપ દ્વારા પ્રાઇવસી પૉલીસીને લઇને ભારતીય અને યૂરોપીય યૂઝર્સથી અલગ અલગ વ્યવહાર તેના માટે ચિંતાનો વિષય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
Advertisement