Gadget: હવે તમારુ પાલતુ પ્રાણી ખોવાવાનો નહીં રહે ડર! લાઇવ કોલ ફીચર સાથે આવ્યો નવો મોબાઈલ, ટ્રેકિંગ પણ થશે સરળ
Tech News In Gujarati: મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસમાં પાલતુ પ્રાણીઓ માટે પહેરી શકાય તેવું એક નવું ઉપકરણ રજૂ કરવામાં આવ્યું છે. તે લાઈવ કોલ્સ અને રીઅલ ટાઇમ ટ્રેકિંગ જેવી સુવિધાઓથી સજ્જ છે.

Technology: પેટ લવર્સ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. પાલતુ પ્રાણીઓના પ્રેમીઓ માટે સૌથી મોટો ડર એ છે કે તેમનું પાલતુ ક્યાંક ખોવાઈ ન જાય. હવે આ સમસ્યાના ઉકેલ માટે, એક ખાસ 'મોબાઇલ' આવ્યો છે. તે ફક્ત પાલતુ પ્રાણીને ટ્રેક જ નહીં કરે, પરંતુ તેમાં લાઇવ કોલ ફીચર પણ છે. આનાથી પાલતુ પ્રાણીઓ ખોવાઈ જવાનું જોખમ ઘટશે. આ ડિવાઇસને uCloudlink નામની કંપની દ્વારા મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ (MWC) 2025માં લોન્ચ કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, પેટ લવર્સ માટે પોતાનું પાળતું પ્રાણી ઘરના સભ્ય જેવું હોય છે. તેની પાછળ મોટો ખર્ચો પણ કરે છે. એવામાં જો તેમનું પાળતું પ્રાણી ખોવાઈ જાય તો સમગ્ર પરિવાર આઘાતમાં સરી પડે છે. જોકે, હવે આ પ્રોબ્લેમનું સોલ્યુશન આવી ગયું છે.
આ ઉપકરણ કેવી રીતે કાર્ય કરશે?
uCloudlink એ પાલતુ પ્રાણીઓ માટે પહેરી શકાય તેવું એક ખાસ ઉપકરણ વિકસાવ્યું છે. કંપનીનું કહેવું છે કે આ દુનિયાનો પહેલો પેટફોન છે. તે મોબાઇલ નેટવર્ક અને GPS દ્વારા પાલતુ પ્રાણીના રીઅલ-ટાઇમ સ્થાનની માહિતી પ્રદાન કરી શકે છે. આનાથી પાલતુ પ્રાણીઓના પ્રેમીઓ માટે તેમના પાલતુ પ્રાણીઓને ટ્રેક કરવાનું સરળ બનશે. આ ઉપરાંત, તેમાં AI-આધારિત કોલિંગ સુવિધા પણ છે. તે પાલતુ પ્રાણીની પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરીને તેના માલિક સાથે વાતચીત કરવામાં મદદ કરે છે. આ ઉપકરણ પાલતુ પ્રાણીઓના માલિકોને વૈશ્વિક સમુદાયનો ભાગ બનવાની પણ મંજૂરી આપે છે. તેમાં પાલતુ પ્રાણીઓના સ્વાસ્થ્ય પર નજર રાખવા માટે AI હેલ્થ મોનિટરિંગ ફીચર પણ છે.
MWC ખાતે ફોલ્ડેબલ બ્રીફકેસ લેપટોપ રજૂ કરવામાં આવ્યું
મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ (MWC) 2025 માં ઘણા મોટા ઉત્પાદનો અને કોન્સેપ્ટ જોવા મળી રહ્યા છે. સેમસંગે અહીં એક અદ્ભુત લેપટોપ રજૂ કર્યું છે, જે ફોલ્ડ થઈને બ્રીફકેસમાં ફેરવાઈ જાય છે. એકવાર ફોલ્ડ કર્યા પછી, તેને બ્રીફકેસની જેમ લઈ જઈ શકાય છે. આ એક ફોલ્ડેબલ લેપટોપ કોન્સેપ્ટ છે. તેમાં ૧૮.૧-ઇંચની QD-OLED ડિસ્પ્લે છે, જે ૨,૦૦૦ x ૨,૬૬૪ પિક્સેલ રિઝોલ્યુશન અને ૧૮૪ PPI પિક્સેલ ડેન્સીટીને સપોર્ટ કરે છે. તે તેની અદ્ભુત ડિઝાઇનને કારણે લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યું છે. તેમાં બે હેન્ડલ જોડાયેલા છે, જે ફોલ્ડ કરવામાં આવે ત્યારે બ્રીફકેસ હેન્ડલની જેમ કામ કરે છે.
આ પણ વાંચો...





















