શોધખોળ કરો
Advertisement
WhatsAppમાં આવ્યુ આ સિક્યૉર ફિચર, વેરિફિકેશન કર્યા વિના નહીં ખુલે વૉટ્સએપ વેબ, જાણો શું છે આ.......
WhatsApp પ્રાઇવસી પૉલીસી વિવાદની વચ્ચે પોતાના WhatsApp વેબ અને ડેસ્કટૉપ માટે નવુ સિક્યૂરિટી ફિચર લઇને આવી છે. આ પછી યૂઝર્સે વૉટ્સએપ વેબ ઓપન કરવા માટે વેરિફિકેશન કરવુ પડશે
નવી દિલ્હીઃ પૉપ્યૂલર ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp પ્રાઇવસી પૉલીસી વિવાદની વચ્ચે પોતાના WhatsApp વેબ અને ડેસ્કટૉપ માટે નવુ સિક્યૂરિટી ફિચર લઇને આવી છે. આ પછી યૂઝર્સે વૉટ્સએપ વેબ ઓપન કરવા માટે વેરિફિકેશન કરવુ પડશે. આ વેરિફિેકેશન ફિંગરપ્રિન્ટ સ્કેનિંગ કે પછી ફેસ રિક્ગનિશન કરવુ પડશે. માનવામાં આવી રહ્યું છે કે આ ફિચર આ જ અઠવાડિયે યૂઝર્સ માટે રૉલઆઉટ કરી દેવામાં આવશે.
માત્ર QR Codeથી નહીં ચાલે કામ....
WhatsApp અનુસાર યૂઝર્સ પોતાનુ એકાઉન્ટ વૉટ્સએપ વેબ કે ડેસ્કટૉપ સાથે જોડવા માટે ક્યૂઆર કૉડને સ્કેન કરતા પહેલા ફેન પર ફેસ કે ફિંગરપ્રિન્ટ અનલૉકનો યૂઝ કરવો પડશે. વળી અત્યાર માત્ર ક્યૂઆર કૉડથી જ વૉટ્સએપ વેબ યૂઝ કરવામાં આવતુ હતુ.
(ફાઇલ તસવીર)
આ રીતે યૂઝ કરી શકશો ફિચર....
WhatsApp વેબ કે વૉટ્સએપ ડેસ્કટૉપમાં પોતાનુ એકાઉન્ટ લિંક કરવા માટે WhatsApp ઓપન કરો.
આ પછી ઉપરની બાજુએ રાઇડ સાઇડમાં આપેલા ત્રણ ડૉટ પર ક્લિક કરીને સેટિંગ્સમાં જાઓ.
હવે વૉટ્સએપ વેબ કે ડેસ્કટૉપ પર ક્લિક કરો.
અહીં Link a Device પર ક્લિક કરો.
આટલુ કર્યા બાદ ફોનના બાયૉમેટ્રિક ઓથેન્ટિકેશન પ્રૉસેસને ફોલો કરો.
ધ્યાન રહે કે જ્યારે પણ ક્યૂઆર કૉડ સ્કેન કરો અને તમારુ એકાઉન્ટ બીજે ક્યાંક લૉગીન બતાવે તો તેને તરત જ લૉગઆઉટ કરો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement