શોધખોળ કરો
Advertisement
દમદાર બેટરી સાથે Nokia 125 અને Nokia 150, જાણો કિંમત અને ફિચર્સ વિશે
આ બન્ને ફોનની કિંમત 2000થી 2500ની વચ્ચે નક્કી કરવામાં આવી છે.
નવી દિલ્હીઃ નોકિયાએ પોતાના બે બજેટ ફીચર ફોન લોન્ચ કર્યા છે. કંપનીએ Nokia 125 અને Nokia 150ને ચીનમાં લોન્ચ કર્યા છે. Nokia 125ને બે વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ બન્ને ફોનની કિંમત 2000થી 2500ની વચ્ચે નક્કી કરવામાં આવી છે.
Nokia 125 સ્પેસિફિકેશન્સ
Nokia 125ને 2.4 ઇંચની QVGA આ ફોનોકોલ ડિસ્પ્લેની જાણકારી આપી છે. તેના એક વેરિયન્ટમાં સિંગલ સિમ ઓપ્શન અને બીજા વેરિયન્ટમાં ડબલ સિમ ઓપ્શન આપવામાં આવી શકે છે. નોકિયાના આ ફીચર ફોન માટે સીરીઝ 30+ સોફ્ટવેર આપવામાં આવ્યું છે. સાથે જ 4MB RAMની ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. આ પોનમાં વીજીએ કેમેરાની સાથે ફ્લેશ ટોર્ચ લાઈટ આપવામાં આવી છે.
જો બેટરીની વાત કરીએ તો નોકિયા 125માં 1,020 mAhની રિમૂવેબલ બેટરી છે. કંપનીનો દાવો છે કે ફોન ફરી એક વખત ચાર્જ કરવા પર કલાકો સુધી ચાલશે. આ ફોનમાં નોકિયાના ફેસ ગેમ ક્લાસિક સ્નેક આપવામાં આવી છે.
Nokia 150 સ્પેસિફિકેશન્સ
નોકિયા 150માં 2.4 ઇંચના QVGA કલર ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. ઉપરાંત, ફોનમાં 4એમબી રેમ ઉપરાંત 4એમબી સ્ટોરેજની સુવિધા આપવામાં આવી છે. માઈક્રો એસડી કાર્ડથી સ્ટોરેજને 32GB સુધી વધારવામાં આવી શકે છે. ફોનમાં વીજીએ રિયર કેમેરા આપવામાં આવ્યો છે.
નોકિયા 150 પણ સીરીઝ 30+ સોફ્ટવેરથી સજ્જ છે. તેમાં યૂએસબી કનેક્ટિવિટીની સાથે બ્લૂટૂથ ઓપ્શન આપવામાં આવ્યા છે. એફએમ રેડિયો ઉપરાંત પોનમાં એમપી 3 અને ક્લાસિક સ્નેક ગેમ પણ આપવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion