શોધખોળ કરો
Advertisement
શાનદાર ફિચર્સ સાથે Nokia 5.3 અને Nokia C3 ભારતમાં લોન્ચ, આ ફોન સાથે થશે ટક્કર
HMD Globalએ આજે ભારતમાં પોતાના બે નવા સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. કંપનીએ Nokia 5.3 અને Nokia C3 ભારતીય બજારમાં ઉતાર્યા છે.
HMD Globalએ આજે ભારતમાં પોતાના બે નવા સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. કંપનીએ Nokia 5.3 અને Nokia C3 ભારતીય બજારમાં ઉતાર્યા છે. નોકિયા સી 3ને સૌથી પહેલા ભારતમાં જ લોન્ચ કરવામાં આવ્યો છે. આ સિવયા કંપનીએ બે ફિચર Nokia 125 અને Nokia 150 ફોન પણ લોન્ચ કર્યા છે.
Nokia 5.3 ની કિંમત
નોકિયા 5.3 4GB રેમ 64GB સોટરેજ મોડલની કિંમત 13,999 રૂપિયા છે, જ્યારે 6GB રેમ 64GB સ્ટોરેજ મોડલની કિંમત 15,499 રૂપિયા સુધી નક્કી કરવામાં આવી છે. આ ફોનમાં તમને ત્રણ કલર ઓપ્શન પણ મળે છે. જેમાં સ્યાન, સૈંડ અને ચારકોલ કલર સામેલ છે. આ ફોન તમે એક સપ્ટેમ્બરથી ખરીદી શકો છો. આ ફોનને આજથી પ્રી-બુક કરી શકાશે.
Nokia 5.3 ના સ્પેસિફિકેશન્સ
Nokia 5.3 ફોનમાં ક્વોલકમ સ્નૈપડ્રેગન 665 ચિપસેટ લાગ્યો છે. આ ફોન એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. 4000 mAh2 પાવરની બેટરી આપવામાં આવી છે. તેમાં ક્વાડ કેમેરા સેટઅપ પણ આપવામાં આવ્યું છે. આ સાથે જ પ્રાઈમરી સેન્સર કેમેરા 13 MP, મેન લેન્સ 2 MP ડેપ્થ સેન્સર, 5 MP નો અલ્ટ્રા વાઈડ એન્ગલ સેન્સર અને 2 MP નો મૈક્રો સેન્સર કેમેરો મળે છે. આ ફોનમાં 8 MP નો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. આ ફોનના પાછળના ભાગે ચાર કેમેરાના સર્કુલર પેનલ નીચે ફિંગર પ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.
Nokia C3 કિંમત
Nokia C3 ની કિંમતની વાત કરવામાં આવે તો 2GB રેમ 16GB સ્ટોરેજ મોડલની કિંમત 7,499 રૂપિયા છે. જ્યારે 3GB રેમ 32GB સ્ટોરેજ મોડલની કિંમત 8,999 રૂપિયા રાખવામાં આવી છે. આ ફોનમાં તમને બે કલર ઓપ્શન મળશે. જેમાં નોર્ડિક બ્લુ અને સેન્ડ કલર સામેલ છે. આ ફોનને તમે 17 સપ્ટેમ્બરથી ખરીદી શકો છો. આ ફોનને 1 સપ્ટેમ્બરથી પ્રી-બુક કરી શકાશે.
Nokia C3 ના સ્પેસિફિકેશન્સ
Nokia C3 માં 5.99 ઈંચ એચડી+ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોનમાં Unisoc sc9863a પ્રોસેસર આપવામાં આવ્યું છે. નોકિયાનો આ ફોન સ્ટૉક એન્ડ્રોઈડ 10 પર ચાલે છે. ફોનનું ડાઈમેન્સન 159.6 x 77 x 8.69 મિલીમીટર અને વજન 184 ગ્રામ છે. હેન્ડસેટમાં 3.5 એમએમ ઓડિયો જેક, ડ્યૂલ સિમ સપૉર્ટ અને માઈક્રો યૂએસબી પોર્ટ જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. કેમેરાની વાત કરવામાં આવે તો Nokia C3 મા 8 મેગાપિક્સલ રિયર કેમેરો આપવામાં આવ્યો છે. 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. આ ફોનમાં 3040mAh રિમૂવેબલ બેટરી આપવામાં આવી છે.
Realme C11 સાથે થશે મુકાબલો
નોકિયાના આ સ્માર્ટફોનની ટક્કર Realme C11 સાથે થશે. રિયલમીના આ સ્માર્ટ ફોનની ખાસ વાત 5000mAh ની દમદાર બેટરી છે. આ સાથે સ્માર્ટફોનામાં બેક પેનલ પર ડ્યૂઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. રિયલમીનો આ સ્માર્ટફોન 2GB રેમ અને 32GB સ્ટોરેજમાં ઉપલબ્ધ છે. સ્માર્ટફોનમાં મીડિયા ટેક હીલિયો G35 પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રિયલમીએ પોતાના સ્માર્ટફોનમાં 6.53 ઈંચ એચડી પ્લસ રિઝોલ્યૂશન આઈપીએસ એલસીડી ડિસ્પ્લે આપી છે. રિયલમી C11 ફોન 10w ની ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion