શોધખોળ કરો
Advertisement
Nokiaના આ હેન્ડસેટની સાથે બીજો ફોન મળી રહ્યો છે ફ્રી, જાણો શું છે ઓફર
નોકિયા 7.2ના 6 જીબી વેરિયન્ટની સાથે નોકિયા સી1 ફ્રી મળશે. નોકિયા સી1માં 5.45 ઇંચ FWVGA આઈપીએસ ડિસ્પ્લે આપવામાં આવશે.
નવી દિલ્હીઃ પોતાના દમદાર ફોન માટે જાણીતી કંપની Nokia પોતાના ગ્રાહકો માટે એક શાનદાર ઓફર લઈને આવ્યું છે. તે અંતર્ગત કંપની એક સમાર્ટપોનની સાથે બીજો ફોન ફ્રી આપી હી છે. Nokia 7.2ની સાથે Nokia C1 બિલકુલ ફ્રી આપી રહી છે. ઉપરાંત ગ્રાહકોને સ્માર્ટફોન કેસ પણ ફ્રીમાં આપવામાં આવશે. એટલું જ નહીં સાથે સાથે આ ફોન ખરીદનાર ગ્રાહકોને એક હુડી પણ ફ્રી મળશે, જોકે આ ઓફર હાલમાં ફિલીપિંસમાં યૂઝર્સ માટે જ છે.
Nokia 7.2ના સ્પેસિફિકેશન્સ
નોકિયા 7.2માં 6.3 ઇંચની ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોન ક્વોલકોમ સ્નેપડ્રેગન 660 પ્રોસેસર પર કામ કરે છે. આ ફોનમાં 6 જીબી સુધીની રેમ આપવામાં આવી છે. તેમાં 3500 mAhની બેટરી આપવામાં આવી છે. આ ફોનમાં એસડી કાર્ડની મદદથી 512 જીબી સુધી સ્ટોરેજ વધારી શકાય છે.
જો કેમેરાની વાત કરીએ તો નોકિયા 7.2માં 5 એમપીના સેન્સર છે. ઉરાંત સેલ્ફી માટે તેમાં 20 મેગાપિક્સરનો કેમેરા આપવામાં આવ્યો છે. આ ફોનના કેમેરા ફીચર ઘણાં શાનદાર છે.
Nokia C1 સ્પેસિફિકેશન્સ
નોકિયા 7.2ના 6 જીબી વેરિયન્ટની સાથે નોકિયા સી1 ફ્રી મળશે. નોકિયા સી1માં 5.45 ઇંચ FWVGA આઈપીએસ ડિસ્પ્લે આપવામાં આવશે. આ ફોન એન્ડ્રોઈડ 9 પાઈ ગો એડિશન પર કામ કરે છે. તેમાં 1.3 GHz ક્વાડ કોર પ્રોસેસર ઉપરાંત 1 જીબી રેમ આપવામાં આવી છે. સાથે સાથે તેમાં 16 જીબી મેમરી પણ આપવામાં આવી છે અને એસડી કાર્ડની મદદતી તેમાં 64 જીબી સુધી સ્ટોરેજ વધારી શકાય છે.
અહીં જો કેમેરાની વાત કરીએ તો ફોનમાં 5 મેગા પિક્સલ રિયર કેમેરા આપવામાં આવ્યો છે. ફોનમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 5 મેગા પિક્સલનો ફ્રન્ટ કમેરા પણ આપવામાં આવ્યો છે. ફોનમાં બે કેમેરાની સથે ફ્લેશની સુવિધા પણ છે. નોકિયાના આ ફોનમાં 2500 mAhની બેટરી આપવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
ક્રિકેટ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion