(Source: ECI/ABP News/ABP Majha)
Nothing Phone 2: મંગળવારે લોન્ચ થશે વિશ્વનો બીજો ટ્રાંસપેરેંટ ફોન, આ કારણે છે ખાસ
Nothing Phone 2 Launch : સ્માર્ટફોન પ્રી-બુક કરનારા ગ્રાહકોને કંપની કેટલીક ખાસ ઑફર્સનો લાભ આપશે. કંપનીએ પહેલાથી જ નથિંગ ફોન 2ના ઘણા સ્પેક્સ જાહેર કર્યા છે.
Nothing Phone 2: આખરે આવતીકાલે રાત્રે 8:30 વાગ્યે કરોડો લોકોની રાહનો અંત આવવા જઈ રહ્યો છે. આવતીકાલે નથિંગ તેનો બીજો ટ્રાંસપેરેંટ ફોન લોન્ચ કરશે. તમે ઘરે બેસીને કંપનીની યુટ્યુબ ચેનલ દ્વારા સાંજે ડીનર કરતી વખતે મોબાઇલ ફોનની લોન્ચ ઇવેન્ટ જોઈ શકો છો. હાલમાં ફોનનું પ્રી-બુકિંગ ચાલુ છે અને તમે રૂ.2,000 ચૂકવીને ફોનનું પ્રી-બુક કરી શકો છો. સ્માર્ટફોન પ્રી-બુક કરનારા ગ્રાહકોને કંપની કેટલીક ખાસ ઑફર્સનો લાભ આપશે. કંપનીએ પહેલાથી જ નથિંગ ફોન 2ના ઘણા સ્પેક્સ જાહેર કર્યા છે.
કિંમત અને સ્પેક્સ
Nothing Phone 2 માં, તમને 120hz રિફ્રેશ રેટ, ડ્યુઅલ કેમેરા સેટઅપ 50+50MP, ફ્રન્ટમાં 32MP કેમેરા, 4600 mAh બેટરી અને Snapdragon 8th Plus 1 જનરેશન સપોર્ટ સાથે 6.7 ઇંચની ડિસ્પ્લે મળશે. નવા ફોન અંગે કંપનીએ દાવો કર્યો છે કે તે પહેલા કરતા વધુ સારો હશે. નથિંગ ફોન 1 માં શરૂઆતમાં લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો અને કંપનીએ એક પછી એક ઘણા અપડેટ્સ બહાર પાડ્યા હતા. જો કે, ફોન 2 સાથે આવું નથી અને આ વખતે તે દરેકની અપેક્ષાઓ પર ખરું ઉતરશે.
કેટલી હોઈ શકે છે કિંમત
નથિંગ ફોનની કિંમત 40 થી 45,000 રૂપિયાની વચ્ચે હોઈ શકે છે. આ રેન્જમાં આવા પ્રોસેસર, કેમેરા અને બેટરી સપોર્ટ ચોક્કસપણે આ ફોનને દરેકનો ફેવરિટ બનાવશે.
ભારતના આ શહેરમાં ઓફલાઈન પણ ખરીદી શકાશે ફોન
તમારા માટે અન્ય એક સારા સમાચાર એ છે કે જો તમે બેંગલુરુમાં રહો છો, તો તમે 14 જુલાઈના રોજ સાંજે 7 વાગ્યા પછી લુલુ મોલમાંથી ઑફલાઇન ફોન ખરીદી શકશો. કંપની આ મોલમાં નથિંગ ડ્રોપ દ્વારા ફોનને ઓફલાઈન વેચશે.
અત્યાર સુધીમાં લોન્ચ થઈ ચુક્યા છે આ સ્માર્ટ ફોન
જુલાઈમાં એક બાદ એક અનેક સ્માર્ટ ફોન લોન્ચ થયા છે. જો તમે નવો ફોન લેવાનું પ્લાનિંગ કરી રહ્યા હો તો તમે આમાંથી કોઈ એક સ્માર્ટ ફોનની પસંદગી કરી શકો છો.
- Motorola Razr 40 સીરિઝ
- IQOO Neo 7 pro
- Oneplus Nord 3 અને CE 3
- Realme Narzo 60 સીરિઝ
- Samsung Galaxy M34 5G
- Oppo reno 10 સીરિઝ
Join Our Official Telegram Channel: