શોધખોળ કરો
Advertisement
OnePlus 8 અને OnePlus 8 Proની ભારતીય કિંમતોની થઇ જાહેરાત, જાણો કેટલામાં ને ક્યારે ખરીદી શકાશે ફોન
વનપ્લસે આ પ્રૉડક્ટ્સને ઓનલાઇન લૉન્ચ કરી હતી, લૉન્ચના દિવસે કંપનીએ માત્ર અમેરિકાની કિંમતોની જ જાહેરાત કરી હતી. હવે ભારતમાં આ કિંમતોની પણ જાહેરાત થઇ ગઇ છે
નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન મેકર કંપની વનપ્લસે તાજેતરમાં જ પોતાના ફ્લેગશિપ સ્માર્ટફોનને લૉન્ચ કર્યા હતા. આ ફોન વનપ્લસ 8 અને વનપ્લસ 8 પ્રૉ હતા. સાથે કંપનીએ વનપ્લસ ઝેડ વાયરલેસ ઇયરફોન્સ પણ લૉન્ચ કર્યા છે. હવે ખાસ વાત છે કે કંપનીએ ભારતમાં આ ફોનની કિંમતોની જાહેરાત કરી દીધી છે.
વનપ્લસે આ પ્રૉડક્ટ્સને ઓનલાઇન લૉન્ચ કરી હતી, લૉન્ચના દિવસે કંપનીએ માત્ર અમેરિકાની કિંમતોની જ જાહેરાત કરી હતી. હવે ભારતમાં આ કિંમતોની પણ જાહેરાત થઇ ગઇ છે.
કંપનીએ ભારતમાં વનપ્લસ 8નુ એક નવુ વેરિએન્ટ પણ લૉન્ચ કર્યુ છે, આમાં 6GB રેમની સાથે 128GBનું ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે.
OnePlus 8, OnePlus 8 Proની ભારતમાં કિંમત....
OnePlus 8 ને તમે 41,999 રૂપિયામાં શરૂઆતી કિંમતમાં ખરીદી શકો છો, OnePlus 8 Proની વાત કરીએ તો આ સ્માર્ટફોનના બેઝ વેરિએન્ટની કિેંમત 54,999 રૂપિયા છે. આગામી મહિને ભારતમાં આનુ વેચાણ શરૂ થઇ જશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
દેશ
Advertisement