શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
વધુ એક ધાંસૂ કેમેરા ફોનની ફિચર્સ થયા લીક, જાણો કયો છે ફોન ને ક્યારે થશે લૉન્ચ.......
આ ફોન વનપ્લસ 9 અને વનપ્લસ 9 પ્રૉ હશે. આ ફોનને લગતી કેટલીક ડિટેલ લીક થઇ છે, જે પ્રમાણે માનવામાં આવી રહ્યું છે કે આ ફોન માર્ચમાં લૉન્ચ થઇ શકે છે, અને આને 4500mAh બેટરી સાથે માર્કેટમાં ઉતારવામાં આવી શકે છે
નવી દિલ્હીઃ ભારતમાં સૌથી પોપ્યુલર સ્માર્ટફોન કંપનીઓમાંની એક વનપ્લસ આગામી દિવસોમાં જબરદસ્ત ફોન લૉન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ ફોન વનપ્લસ 9 અને વનપ્લસ 9 પ્રૉ હશે. આ ફોનને લગતી કેટલીક ડિટેલ લીક થઇ છે, જે પ્રમાણે માનવામાં આવી રહ્યું છે કે આ ફોન માર્ચમાં લૉન્ચ થઇ શકે છે, અને આને 4500mAh બેટરી સાથે માર્કેટમાં ઉતારવામાં આવી શકે છે.
ડિસ્પ્લે
લીક રિપોર્ટ્સ પ્રમાણે વનપ્લસ 9માં 6.55 ઇંચની ફૂલ એચડી+ ફ્લેટ ડિસ્પ્લે હશે, જેનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ હશે. આમાં પંચ હૉલ પણ આપવામાં આવશે. વળી વનપ્લસ 9 પ્રૉમાં 6.78 ઇંચ ફૂલ QHD+ ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. જેનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ હશે. બન્ને સ્માર્ટફોનમાં સૌથી ઉપર રાઇટ સાઇડમાં પંચ હૉલ નૉચ આપવામાં આવી શકે છે.
(પ્રતિકાત્મક તસવીર)
આવો હોઇ શકે છે કેમેરો
વનપ્લસના આ ફોનમાં રિયર પર ત્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવી શકે છે. જે 50 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરાની સાથે આવશે. આની સાથે રિયર પર 20 મેગાપિક્સલ એલ્ટ્રા વાઇડ એન્ગલ અને OIS સપોર્ટની સાથે 12 મેગાપિક્સલને કેમેરો હોઇ શકે છે.
માર્ચમાં થઇ શકે છે લૉન્ચ
OnePlus 9ના લૉન્ચની ઓફિશિયલ ડેટ હજુ સામે આવી નથી. પરંતુ રિપોર્ટ્સનુ માનીએ તો આ ફોન માર્ચમાં લૉન્ચ થઇ શકે છે. આ બન્ને સ્માર્ટફોનમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 888 ચિપસેટ આપવામાં આવશે. ફોનને પાવર આપવા માટે 4500mAhની બેટરી હશે. જે 65 વૉટ ચાર્જિંગ સપોર્ટની સાથે આવી શકે છે. વળી પ્રૉ મૉડલમાં 45 વૉટ વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ આવી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion