શોધખોળ કરો
OnePlusના સસ્તા અને દમદાર ફોનની આજે ફ્લેશ સેલ, કેવા છે ફિચર્સ ને કેટલામાં ખરીદી શકાશે? જાણો વિગતે
તમે વનપ્લસ નોર્ડ ખરીદવા ઇચ્છતા હોય તો આજે બપોરે એક વાગ્યાથી તમે આને અમેઝોન પર જઇને ખરીદી શકો છો. કંપનીએ આને ત્રણ કલર વેરિએન્ટમાં માર્કેટમાં ઉતાર્યો છે, આ વનપ્લસનો સસ્તો ફોન હોવાના કારણે ખુબ ચર્ચામાં છે

નવી દિલ્હીઃ માર્કેટનો દમદાર ફોન વનપ્લસ નોર્ડ આજે ફ્લેશ સેલ માટે આવી રહ્યો છે. પ્રાઇમ ડે સેલમાં વેચાયા બાદ વનપ્લસનો આ શાનદાર ફોન ફરી એકવાર સેલ માટે આવ્યો છે. જો તમે વનપ્લસ નોર્ડ ખરીદવા ઇચ્છતા હોય તો આજે બપોરે એક વાગ્યાથી તમે આને અમેઝોન પર જઇને ખરીદી શકો છો. કંપનીએ આને ત્રણ કલર વેરિએન્ટમાં માર્કેટમાં ઉતાર્યો છે, આ વનપ્લસનો સસ્તો ફોન હોવાના કારણે ખુબ ચર્ચામાં છે. વનપ્લસ નોર્ડની કિંમત વનપ્લસ નોર્ડના 8GB રેમ અને 128GB સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 27,999 રૂપિયા નક્કી કરવામાં આવી છે. વળી 12GB રેમ અને 256GB સ્ટૉરેજ વેરિએન્ટ 29,999 રૂપિયામાં ખરીદી કરવા માટે ઉપલબ્ધ થશે. 6GB રેમ અને 64GB સ્ટૉરેજ વેરિએન્ટ 24,999 રૂપિયામાં આવશે. આ વેરિએન્ટને તમે સપ્ટેમ્બરમાં ખરીદી શકો છો.
વનપ્લસ નોર્ડની ખાસિયતો... વનપ્લસ નોર્ડમાં કંપનીએ 6.4 ઇંચની ફૂલ એચડી એમોલેડ ડિસ્પ્લે આપી છે. કંપનીએ સ્માર્ટફોનમાં ગોરિલ્લા ગ્લાસ 5નુ પ્રૉટેક્શન આપ્યુ છે. સ્માર્ટફોન ક્વૉલકૉમના લેટેસ્ટ સ્નેપડ્રેગન 765 પ્રૉસેસરની સાથે આવે છે. સાથે ફોનમાં એન્ડ્રીનો 620 જીપીયૂ આપવામાં આવ્યુ છે. સ્માર્ટફોનમાં પાવર આપવા માટે 4115mAhની બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વનપ્લસ નોર્ડમાં કેમેરો ખાસ છે. સ્માર્ટફોનની બેક પેનલ પર ક્વૉડ કેમેરા સેટઅપ આપ્યો છે. નોર્ડમાં 48 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા છે, જ્યારે 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ કેમેરા, 2 મેગાપિક્સલનો મેક્રો સેન્સર અને 5 મેગાપિક્સલનો ડેપ્થ કેમેરો આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે સ્માર્ટફોનમાં 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
વનપ્લસ નોર્ડની ખાસિયતો... વનપ્લસ નોર્ડમાં કંપનીએ 6.4 ઇંચની ફૂલ એચડી એમોલેડ ડિસ્પ્લે આપી છે. કંપનીએ સ્માર્ટફોનમાં ગોરિલ્લા ગ્લાસ 5નુ પ્રૉટેક્શન આપ્યુ છે. સ્માર્ટફોન ક્વૉલકૉમના લેટેસ્ટ સ્નેપડ્રેગન 765 પ્રૉસેસરની સાથે આવે છે. સાથે ફોનમાં એન્ડ્રીનો 620 જીપીયૂ આપવામાં આવ્યુ છે. સ્માર્ટફોનમાં પાવર આપવા માટે 4115mAhની બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વનપ્લસ નોર્ડમાં કેમેરો ખાસ છે. સ્માર્ટફોનની બેક પેનલ પર ક્વૉડ કેમેરા સેટઅપ આપ્યો છે. નોર્ડમાં 48 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા છે, જ્યારે 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ કેમેરા, 2 મેગાપિક્સલનો મેક્રો સેન્સર અને 5 મેગાપિક્સલનો ડેપ્થ કેમેરો આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે સ્માર્ટફોનમાં 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. વધુ વાંચો





















