(Source: ECI/ABP News/ABP Majha)
OpenAIની કમાલ! હવે ફક્ત શબ્દોને આધારે આ ટૂલ બનાવી દેશે વીડિયો અને શોર્ટસ
OpenAI Video Creating Service: ઓપનએઆઈ(OpenAI)એ ગયા ગુરુવારે સોરા, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ મોડલની જાહેરાત કરી હતી, જે ટેક્સ્ટ સૂચનાઓની મદદથી એક મિનિટ સુધીની લંબાઈના રિયલિસ્ટિક વીડિયો બનાવી શકે છે.
OpenAI Video Creating Service: ઓપનએઆઈ(OpenAI)એ ગયા ગુરુવારે સોરા, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ મોડલની જાહેરાત કરી હતી, જે ટેક્સ્ટ સૂચનાઓની મદદથી એક મિનિટ સુધીની લંબાઈના રિયલિસ્ટિક વીડિયો બનાવી શકે છે. જો કે, ChatGPT બનાવનાર કંપની OpenAI એ કહ્યું કે આ ટૂલ હજુ સંશોધનના તબક્કામાં છે, અને હજુ સુધી કંપનીની પ્રોડક્ટ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું નથી.
OpenAI એ લોન્ચ કર્યું Sora
કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ સેમ ઓલ્ટમેન તેમના એક્સ (અગાઉ ટ્વિટર) એકાઉન્ટના માધ્યમથી AIના નવા પ્રોડક્ટનો પરિચય આપતી એક પોસ્ટ કરી અને લખ્યું કે આજે અમે રેડ-ટીમિંગ શરૂ કરી રહ્યા છીએ અને હાલમાં તે માત્ર પસંદગીના નિર્માતાઓ માટે જ ઉપલબ્ધ છે.
here is sora, our video generation model:https://t.co/CDr4DdCrh1
— Sam Altman (@sama) February 15, 2024
today we are starting red-teaming and offering access to a limited number of creators.@_tim_brooks @billpeeb @model_mechanic are really incredible; amazing work by them and the team.
remarkable moment.
તેના X એકાઉન્ટ દ્વારા કરવામાં આવેલી પોસ્ટમાં સોરા(Sora)ની ક્ષમતાઓ વિશે માહિતી આપતા તેણે આગળ લખ્યું, "અમે તમને બતાવવા માંગીએ છીએ કે સોરા શું કરી શકે છે, કૃપા કરીને તમે જે વીડિયો જોવા માંગો છો તેના માટે કૅપ્શન્સ મોકલો અને અમે કેટલાક વીડિયો બનાવવાનું શરૂ કરી દઈશું!"
કેપ્શન વાંચીને બનાવેલ વિડિયો
સેમ ઓલ્ટમેનની આ પોસ્ટનો જવાબ આપતી વખતે, એક યુઝરે વાદળી વસ્ત્રોવાળા જાદુગર વિશે કેપ્શન લખ્યું. તે કેપ્શનના જવાબમાં, ઓલ્ટમેને સોરા પર આધારિત એક વિડિયો પોસ્ટ કર્યો, જેમાં સફેદ દાઢીવાળા માણસને તારાઓથી ઢંકાયેલા વાદળી કપડાં પહેરેલા બતાવવામાં આવ્યા છે.
https://t.co/SOUoXiSMBY pic.twitter.com/JB4zOjmbTp
— Sam Altman (@sama) February 15, 2024
સોરા એક જ વિડિયોમાં ઘણા શોટ પણ બનાવી શકે છે
તેની નવી વિડિયો બનાવવાની સેવાનું વર્ણન કરતાં, OpenAIએ કહ્યું, સોરા ઘણા કેરેક્ટર્સ, કેટલાય ખાસ પ્રકારના મોશન્સ, વિષયની ચોક્કસ વિગતો અને બેકગ્રાઉન્ડ સાથે વિવિધ પ્રકારના જટિલ વીડિયો બનાવી શકે છે. આ સિવાય કંપનીએ કહ્યું કે. "સોરા એક જ વિડિયોમાં ઘણા શોટ પણ બનાવી શકે છે.
આ પણ વાંચો
Google ને ટક્કર આપવા આવી રહ્યું છે OpenAI નું સર્ચ એન્જિન! જાણો ફીચર્સ અને વિગતો
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial