શોધખોળ કરો
Advertisement
ત્રિપલ કેમેરા વાળા આ ફોનની કિંમતમાં થયો ધરખમ ઘટાડો, જાણો કિંમત
જો તમે સારો ફોન ખરીદવાનુ વિચારી રહ્યાં હોય તો આ ફોનને તમે 1000 રૂપિયાની અંદર ખરીદી શકો છો. ઓપ્પો A15 ફોન અમેઝોન પર ઓછી કિંમતમાં અવેલેબલ છે, જાણઓ શું છે તેની ઓફર્સ અને કિંમત....
નવી દિલ્હીઃ ઓપ્પોએ તાજેતરમાંજ પોતાના બજેટ ફોન ઓપ્પો A15ને ભારતમાં લૉન્ચ કર્યો હતો, હવે આ ફોનની કિંમતમાં કંપનીએ ઘટાડો કર્યો છે. ફોનની કિંમત 1000 રૂપિયા સુધી ઓછી થઇ ગઇ છે. જો તમે સારો ફોન ખરીદવાનુ વિચારી રહ્યાં હોય તો આ ફોનને તમે 1000 રૂપિયાની અંદર ખરીદી શકો છો. ઓપ્પો A15 ફોન અમેઝોન પર ઓછી કિંમતમાં અવેલેબલ છે, જાણઓ શું છે તેની ઓફર્સ અને કિંમત....
ઓપ્પો A15 કિંમત અને ઓફર્સ
આ ફોન ભારતમાં 10,9900 રૂપિયાની કિંમત સાથે લૉન્ચ કરવામાં આવ્યો હતો, હવે ઇ-કોમર્સ વેબસાઇટ અમેઝોન પર આ ફોન 1000 રૂપિયા ઓછામાં મળી રહ્યો છે. આ ઉપરાંત જો તમે ઓપ્પોનો આ ફોન પેમેન્ટ ફેડરલ બેન્ક અને બેન્ક ઓફ બરોડાના કાર્ડથી ખરીદો છો, તો તમને 1000 રૂપિયા સુધીની છૂટ મળશે.
ઓપ્પો A15ની સ્પેશિફિકેશન્સ
Oppo A15 સ્માર્ટફોન 2GB રેમ + 32GB સ્ટૉરેજ વેરિએન્ટની સાથે અવેલેબલ છે, આમાં 6.52 ઇંચની એચડી પ્લસ ડિસ્પ્લે છે. આમાં ઓક્ટા કૉર મીડિયાટેક હીલિયો P35 પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. આ ઉપરાંત બીજા સારા ફિચર્સ આ ફોનમાં અવેલેબલ છે.
ઓપ્પો ઓ15નો કેમેરો
ફોટોગ્રાફી માટે ઓપ્પો A15માં ત્રિપલ રિયેર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. જેમાં 13MPનું પ્રાઇમરી સેન્સર, 2MPનો મેક્રો લેન્સ અને 2MPનું ડેપ્થ સેન્સર છે, આ ઉપરાંત આના ફ્રન્ટમાં 5MPનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. આ ફોનમાં 4,230mAhની બેટરી આપવામાં આવી છે, જે 10W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ટેકનોલોજી
બિઝનેસ
બિઝનેસ
Advertisement