શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ઇન્તજાર ખતમ, Oppoનો આ લેટેસ્ટ 5G સ્માર્ટફોન આજે ભારતમાં કરશે એન્ટ્રી, માર્કેટમાં કોને આપશે ટક્કર, જાણો વિગતે
ભારતીય માર્કેટમાં ઓપ્પોના આ Oppo Reno 5 Pro 5Gની ટક્કર સેમસંગેના Samsung Galaxy S10 Lite સાથે થશે. બન્ને ફોનમાં સ્પેશિફિકેશન્સ લગભગ સરખી જ છે
નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન મેકર ઓપ્પોનો મોસ્ટ એવેટેડ 5G સ્માર્ટફોન Reno 5 Pro 5G આજે ભારતમાં એન્ટ્રી કરવા જઇ રહ્યો છે. ફોનને આજે બપોરે લૉન્ચ કરવામાં આવશે. ફોન લેટેસ્ટ MediaTek Dimensity 1000+ના પ્રૉસેસર સાથે માર્કેટમાં આવશે. જાણો શું છે ખાસ......
આ હોઇ શકે છે સ્પેશિફિકેશન્સ....
તાજેતરમાંજ ઓપ્પોએ ટીજર રિલીઝ કર્યુ હતુ, જેમાં બતાવ્યુ હતુ કે ફોન ફ્યૂચરિસ્કિક વીડિયોગ્રાફી કેપેબિલિટી વાળો છે. આની તસવીરો પણ વાયરલ થઇ હતી. ફોનના સ્પેશિફિકેશન્સની વાત કરીએ તો ચીનમાં Oppo Reno 5 Pro 5Gના ચાઇનીઝ વેરિએન્ટમાં 6.55-ઇંચ FHD+ OLED ડિસ્પલે અને MediaTek Dimensity 1000+નુ પ્રૉસેસર છે. આ ફોન એન્ડ્રોઇડ 11 બેઝ્ડ ColorOS પર કામ કરે છે.
ક્વાડ કેમેરા સેટઅપ
ફોનમાં 4,350mAhની બેટરી આપવામાં આવી છે. જે 65W ફાસ્ટ ચાર્જિંગની સાથે આવે છે. ફોનમાં ક્વાડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. જેમાં 64MPનો પ્રાઇમરી કેમેરો, 8MPનો અલ્ટ્રા વાઇડ એન્ગલ કેમેરા, 2MPનો મેક્રો કેમેરા અને 2MPનો પ્રોટ્રેટ લેન્સ આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે ફોનમાં 32MPનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. ચીનમાં આની કિંમત RMB 3,399 એટલે કે લગભગ 38,300 રૂપિયા છે.
ભારતીય માર્કેટમાં ઓપ્પોના આ Oppo Reno 5 Pro 5Gની ટક્કર સેમસંગેના Samsung Galaxy S10 Lite સાથે થશે. બન્ને ફોનમાં સ્પેશિફિકેશન્સ લગભગ સરખી જ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion