Train Update: હવે તમે મોબાઇલથી પણ જોઇ શકશો લાઇવ ટ્રેન અને PNR સ્ટેટસ, જાણો સ્ટેપ્સ....
જો તમે તમારુ PNR સ્ટેટસ અને લાઇવ સ્ટેટસ જોવા માંગો છો, તો તમારી પાસે PNR નંબર અને ટ્રેન નંબર હોવો જરૂરી છે.
Train Status By Paytm: ટ્રેનથી મુસાફરી કરનારા લોકો માટે એક ખાસ સારા સમાચાર સામે આવ્યા છે. આજકાલ લોકો IRCTC એપની મદદથી ઘરે બેસીને ઓનલાઇન પોતાની ટિકીટ બુક કરાવી શકે છે, આ ઉપરાંત તે લાઇવ ટ્રેન સ્ટેટસ અને PNR સ્ટેટસની તપાસ પણ કરી શકે છે. જોકે, હવે IRCTC એપ ઉપરાંત તમે Paytm અને PhonePe વગેરે ડિજીટલ એપથી પણ તમે ટ્રેન ટિકીટ બૂક કરાવી શકશો, શું તમે જાણો છો Paytm એપ તમને ટ્રેન ટિકીટ બુક કરાવવાની સાથે સાથે PNR સ્ટેટસ અને લાઇવ ટ્રેન સ્ટેટસ જોવાની સુવિધા આપે છે ? તમે Paytm એપની મદદથી આ સુવિધાનો લાભ ઉઠાવી શકો છો, જાણો શું છે આખી પ્રૉસેસ.......
Paytm એપ પર આ રીતે જોઇ શકાશે સ્ટેટેસ -
જો તમે તમારુ PNR સ્ટેટસ અને લાઇવ સ્ટેટસ જોવા માંગો છો, તો તમારી પાસે PNR નંબર અને ટ્રેન નંબર હોવો જરૂરી છે. તમે પેટીએમ એપનો યૂઝ કરીને કોઇપણ IRCTC ટ્રેનની લાઇવ રનિંગ સ્થિતિને જાણી શકો છો, આ ઉપરાંત તમે એ પણ જાણી શકો છો કે, ટ્રેન કયા પ્લેટફોર્મ પર રોકાશે, આ ઉપરાંત અન્ય કેટલીય જાણકારીઓ તમારી સ્ક્રીન પર આવી જશે.
આ રીતે જુઓ લાઇવ ટ્રેન સ્ટેટસ -
• આ માટે સૌથી પહેલા તમારે તમારા સ્માર્ટફોનમાં Paytm એપ ઓપન કરવી પડશે.
• એપ ઓપન થયા પછી સ્ક્રૉલ ડાઉન કરીને નીચે આવો અને Trains Tickets વાળા ઓપ્શનમાં જાઓ.
• અહીં આવ્યા પછી હવે Trains Status વાળા બટન પર ક્લિક કરી દો.
• હવે અહીં ટ્રેનનુ નામ અને નંબર નાંખો.
• હવે બૉર્ડિંગ સ્ટેશનને સિલેક્ટ કરી લો અને Check live Status બટન પર ક્લિક કરી દો.
• હવે તમે આસાનીથી પ્લેટફોર્મ નંબર અને ટ્રેન અરાઇવલ ટાઇમની તપાસ કરી શકો છો.
આ રીતે કરો PNR સ્ટેટસની તપાસ -
• તમારી Paytm એપ ઓપન કરો.
• Ticket Booking Section માં જાઓ અને Trains Tickets ઓપ્શનને સિલેક્ટ કરો.
• અહીં તમારે Check PNR ટેબ પર ક્લિક કરવાનુ છે.
• આ પછી હવે તમારે પોતાનો 10 ડિજીટ વાળો PNR નંબર નાંખવાનો છે.
• હવે Check Now બટન પર ક્લિક કરી દો.
• અહીં ક્લિક કરતા જ ટ્રેનની તમામ ડિટેલ્સ તમારી સામે આવી જશે.
એપ ઉપરાંત તમે Paytm ની વેબસાઇટ પર જઇને પણ આ તમામ જાણકારી બહુજ આસાનીથી પ્રાપ્ત કરી શકો છો.