શોધખોળ કરો
Advertisement
આ ચીની ફોને માચવી ધમાલ, પહેલી સેલમાં જ વેચાઇ ગયા દોઢ લાખથી વધુ સ્માર્ટફોન, જાણો શું છે ખાસિયત....
પોકોના નવા પોકો M3એ ધમાલ મચાવી દીધી છે. તાજેતરમાં જ લૉન્ચ કરવામાં આવેલા આ ફોનની 9 ફેબ્રુઆરીએ પહેલી સેલ હતી, આ પહેલી ફ્લેશ સેલમાં આ ફોન 150000 થી વધુ લોકોએ ખરીદી લીધો
નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન મેકર કંપની પોકોના નવા પોકો M3એ ધમાલ મચાવી દીધી છે. તાજેતરમાં જ લૉન્ચ કરવામાં આવેલા આ ફોનની 9 ફેબ્રુઆરીએ પહેલી સેલ હતી, આ પહેલી ફ્લેશ સેલમાં આ ફોન 150000 થી વધુ લોકોએ ખરીદી લીધો. આની જાણકારી કંપનીએ પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી આપી છે. કંપનીએ ટ્વીટર પર લખ્યું- ‘#Milestone: 150,000+ યૂઝર્સે પહેલી સેલમાં કિલર લૂક્સ, OP પરફોર્મર #PocoM3ને પસંદ કર્યો છે’. આ ટ્વીટમાં પોકો ઇન્ડિયાએ ગ્રાહકોને ધન્યવાદ પણ આપ્યો. આ ફોનની બીજી સેલ 16 ફેબ્રુઆરીએ 12 વાગ્યાથી છે.
Poco M3ના સ્પેશિફિકેશન્સ....
આ ફોનમાં 6.53 ઇંચની FHD+ ડિસ્પ્લે આપવામાં આવી છે, ફોનમાં સ્નેપડ્રેગન 662 પ્રૉસેસર મળશે. POCO M3 એન્ડ્રોઇડ 10 પર બેઝ્ડ MIUI 12ની સાથે આવે છે. ફોનને દમદાર બનાવવા માટે આમાં 6,000mAhની બેટરી આપવામાં આવી છે, જે 18W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
(પ્રતિકાત્મક તસવીર)
કેમેરા.....
Poco M3માં ત્રિપલ રિયર કેમેરાનો સેટઅપ આપવામાં આવ્યો છે. જેમાં 48 MPનો પ્રાઇમરી કેમેરો, 2 MPનુ ડેપ્થ અને 2 MP નો મેક્રો લેન્સ છે. આ ઉપરાંત 8 MPનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. કનેક્ટિવિટી માટે 4G LTE, dual-band WI-Fi, Bluetooth 5.0, GPS અને USB Type-C port જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે.
કિંમત...
Poco M3ના 6 GB રેમ અને 64 GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટને 10,999 રૂપિયામાં ખરીદી શકો છો. વળી આના 6 GB રેમ અને 128 GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટને તમે 11,999 રૂપિયામાં ઓર્ડર કરી શકો છો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement