બેનિફિટના મામલામાં Vodafone-Idea નીકળ્યુ આગળ, આ પ્લાને ઉડાડી એરટેલ અને જિઓની ઊંઘ, જાણો ઓફર....
કંપનીના પૉસ્ટપેડ પ્લાન્સના લાંબા લિસ્ટમાં 699 રૂપિયા વાળો પ્લાન ખુબ શાનદાર અને વેલ્યૂ ફૉર મની છે.
નવી દિલ્હીઃ ટેલિકૉમ કંપની વૉડાફોન-આઇડિયા (Vi)ના પૉર્ટફોલિયોમાં પ્રીપેડ પ્લાન્સ ઉપરાંત કેટલાય પૉસ્ટપેડ પ્લાન પણ સામેલ છે. કંપનીના પૉસ્ટપેડ પ્લાન્સના લાંબા લિસ્ટમાં 699 રૂપિયા વાળો પ્લાન ખુબ શાનદાર અને વેલ્યૂ ફૉર મની છે. આ પ્લાનમાં કંપની રિલાયન્સ જિઓ અને (Reliance Jio) અને એરટેલ (Airtel)ની સરખામણીમાં યૂઝર્સને જબરદસ્ત બેનિફિટ્સ ઓફર કરી રહ્યું છે. આ પૉસ્ટપેડ પ્લાન તમને ઇન્ટરનેટ યૂઝ કરવા માટે અનલિમીટેડ ડેટા આપે છે. આ ઉપરાંત કંપની ડિઝ્ની+હૉસસ્ટાર (Disney+ Hotstar) અને અમેઝૉન પ્રાઇમ (Amazon Prime)નુ પણ ફ્રી સબ્સક્રીપ્શન આપી રહી છે.
699 રૂપિયા વાળા મળનારો બેનિફિટ્સ -
કંપનીએ આ પ્લાનમાં ઇન્ટરનેટ યૂઝ કરવા માટે વિના કોઇ ડેઇલી લિમીટ અનલિમીટેડ ડેટા ઓફર કરી રહી છે. આ પ્લાનમાં મન્થલી 100 ફ્રી એસએમએસની સાથે દેશભરમાં તમામ નેટવર્ક્સ માટે અનલિમીટેડ કૉલિંગ ફ્રી આપવામાં આવી રહ્યું છે. વૉડાફોનનો આ પૉસ્ટપેડ પ્લાન કેટલાય જબરદસ્ત એડિશનલ બેનિફિટ્સની સાથે આવે છે. આમાં તમને અમેઝૉન પ્રાઇમની સાથે એક વર્ષ માટે ડિઝ્ની+હૉટસ્ટાર અને જી5નુ સબ્સક્રિપ્શન મળશે. આ ઉપરાંત કંપની આમાં Vi Movies and TV એપનુ પણ વીઆઇપી સબ્સક્રિપ્શન આપી રહી છે.
જિઓની પાસે નથી વૉડાફોનના 699 રૂપિયા જેવો પ્લાન -
જિઓના પૉર્ટફોલિયોમાં વૉડાફોન આઇડિયાની જેમ અનલિમીટેડ ડેટા ઓફર કરનારો પ્લાન અવેલેબલ નથી. કંપની 399 રૂપિયા, 599 રૂપિયા અને 799 રૂપિયાનો પૉસ્ટપેડ પ્લાન ઓફર કરે છે, કંપનીના આ પ્લાનમાં ઇન્ટરનેટ યૂઝ કરનારા માટે 75 જીબીથી 150 જીબી સુધી ડેટા આપવામાં આવી રહ્યો છે. જિઓના આ ત્રણેય પ્લાન નેટફ્લિક્સ, અમેઝોન પ્રાઇમ વીડિયો અને ડિઝ્ની+હૉટસ્ટારના ફ્રી સબ્સક્રિપ્શન સાથે આવે છે.
એરટેલનો 499 રૂપિયા વાળો પ્લાન -
એરટેલના પાસે પણ વૉડાફોનના 699 રૂપિયા વાળા પ્લાનના જેવો કોઇ પૉસ્ટપેડ પ્લાન નથી. વાત જો કંપનીના 499 રૂપિયા વાળા પ્લાનની કરીએ તો આમાં ઇન્ટરનેટ યૂઝ કરવા માટે કંપની આખુ બિલ સાયકલ માટે 75 જીબી ડેટા આપી રહી છે. પ્લાનમાં દરરોજ 100 ફ્રી એસએમએસની સાથે અનલિમીટેડ કૉલિંગ પણ આપવામાં આવી રહ્યું છે. એરટેલે પોતાના યૂઝર્સને આ પ્લાનની સાથે અમેઝૉન પ્રાઇમ વીડિયો, એરટેલ એક્સ્ટ્રીમ અને ડિઝ્ની+હૉટસ્ટારનુ ફ્રી સબ્સક્રિપ્શન આપી રહી છે.
આ પણ વાંચો......
ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ધોધમાર વરસાદની આગાહી, જાણો ક્યાં જિલ્લાઓમાં વરસશે ભારે વરસાદ?
Vastu Tips For TV: ઘરમાં આ દિશામાં લગાવો ટીવી નહી થાય કોઇ નુકસાન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી મોટી જાહેરાત, 36મો રાષ્ટ્રીય રમતોત્સવ ગુજરાતમાં યોજાશે
IND vs ENG: રોહિત શર્માએ કેપ્ટન તરીકે સતત 13 ટી-20 મેચ જીતવાનો બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
Jail: કોંગ્રેસના આ દિગ્ગજ નેતાને થઈ 2 વર્ષ જેલની સજા, જાણો શું છે મામલો