શોધખોળ કરો
Advertisement
ભારતમાં PUBG ગેમની વાપસી અંગે શું ચાલી રહી છે વાતો, વાપસી થશે કે નહીં? જાણો વિગતે
કેટલાક લોકો માની રહ્યાં છે કે પબજી મોબાઇલ ભારતમાં વાપસી કરી રહી છે, જોકે એ સ્પષ્ટ નથી થઇ શક્યુ કે પબજી મોબાઇલ ભારમતાં વાપસી કરવાની છે કે નહીં
નવી દિલ્હીઃ તાજેતરમાં જ પબજી ડેવલપર પબજી કોર્પોરેશને ભારતમાં એક એસોસિએટ લેવલનો મેનેજર નિયુક્ત કરવા માટે લિંક્ડઇન પર નોકરી માટે વેકેન્સી પૉસ્ટ કરી છે. આ વેકેન્સીને જોઇને લોકોની આશા એકવાર ફરીથી જાગી છે. તેમનુ માનવુ છે કે ભારતમાં પબજીની વાપસી જલ્દી થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે સરકાર ગયા મહિને આ ગેમને ભારતમાં પ્રતિબંધિત કરી ચૂકી છે.
કયા પદ માટે છે નોકરી
લિંક્ડઇન પર નાંખવામાં આવેલી વેકેન્સી અનુસાર, આ પદ કોર્પોરેટ ડેવલમેન્ટ ડિવીઝન મેનેજર માટે છે. આ જૉબ માટે લગભગ 5 વર્ષનો અનુભવ જોઇએ. આ પહેલા સપ્ટેમ્બરમાં પબજી કોર્પોરેશને ચીનના ટેન્સેન્ટ ગેમ્સ સાથે રિલેશન તોડી નાંખવાનો ફેંસલો કર્યો હતો, પબજીને દક્ષિણ કોરિયાની કંપની પબજી કોર્પોરેશને તૈયાર કરી છે, પરંતુ ભારત અને ચીનમાં ચીનની કંપની ટેન્સેન્ટ ગેમ્સ પબજી મોબાઇલ અને પબજી મોબાઇલ લાઇટનુ સંચાલન કરી રહી હતી.
કેટલાક લોકો માની રહ્યાં છે કે પબજી મોબાઇલ ભારતમાં વાપસી કરી રહી છે, જોકે એ સ્પષ્ટ નથી થઇ શક્યુ કે પબજી મોબાઇલ ભારમતાં વાપસી કરવાની છે કે નહીં.
ભારત સરકારે પબજી સહિત 118 મોબાઇલ એપ્સ લગાવ્યો હતો પ્રતિબંધ
ભારત સરકારે તાજેતરમાં જ યૂઝર્સની સાથે સાથે દેશની સુરક્ષાને ખતરો બતાવતા 118 મોબાઇલ એપ્સને બેન કરી દીધી હતી. બેન કરાયેલી કેટલીય એપ્સમાં મોટા નામ સામેલ હતા. ભારતમાં પૉપ્યૂલર લૂડો, કેરમ સહિતની એપ્સ હાલ પ્રતિબંધિત થઇ ચૂકી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion