શોધખોળ કરો
રિયલમીના વધુ એક લેટેસ્ટ ફોનના ફિચર લીક થયા, ભારતમાં બહુ જલ્દી થશે લૉન્ચ, જાણો વિગતે
આ ફોનનુ નામ છે રિયલમી X7 પ્રો. જોકે કંપનીએ આના વિશે કોઇ સત્તાવાર માહિતી શેર નથી કરી, પરંતુ રિયલમી ઇન્ડિયાની વેબસાઇટ પર આનો દર્શાવવામાં આવ્યો છે
![રિયલમીના વધુ એક લેટેસ્ટ ફોનના ફિચર લીક થયા, ભારતમાં બહુ જલ્દી થશે લૉન્ચ, જાણો વિગતે realme x7 pro will knock in india soon રિયલમીના વધુ એક લેટેસ્ટ ફોનના ફિચર લીક થયા, ભારતમાં બહુ જલ્દી થશે લૉન્ચ, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/25172326/Realme-05.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ રિયલમીનો વધુ લેટેસ્ટ ફોન ભારતમાં બહુ જલ્દી લૉન્ચ થઇ શકે છે. આ ફોનનુ નામ છે રિયલમી X7 પ્રો. જોકે કંપનીએ આના વિશે કોઇ સત્તાવાર માહિતી શેર નથી કરી, પરંતુ રિયલમી ઇન્ડિયાની વેબસાઇટ પર આનો દર્શાવવામાં આવ્યો છે.
રિયલમી ઇન્ડિયા વેબસાઇટ પર એક સપોર્ટ પેજ પરથી ફોનના લૉન્ચ કરવાની વાત જરૂર કન્ફોર્મ થઇ ગઇ છે. રિયલમી X7 પ્રો સ્માર્ટફોન પહેલા Musmartprice દ્વારા સ્પૉટ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે રિયલમી X7 પ્રો અને રિયલમી X7 આ વર્ષના સપ્ટેમ્બરમાં ચીનમાં લૉન્ચ કરવામાં આવ્યા હતા. ચીનમાં આ ફોનના 6GB રેમ અને 128GB બિલ્ટ ઇન સ્ટૉરેજ વાળા બેઝ મૉડલની પ્રાઇસ CNY 2,199 (24,800 રૂપિયા લગભગ) છે.
રિયલમી X7 પ્રોના ફિચર્સ લીક.....
રિયલમી X7 પ્રોમાં 6.55 ઇંચની AMOLED ડિસ્પ્લે હશે, જે ફૂલ HD+ રિઝૉલ્યૂશન, 120HZ રિફ્રેશ રેટ અને 20: 9 આસ્પેક્ટ રેશિયોની સાથે આવશે. ફોનમાં 8GB RAM અને 256GB સુધીની ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવશે. આ ફોન એન્ડ્રોઇડ 10 ઓપરેટિંગ સિસ્ટમ પર બેઝ્ડ Realme Ul પર જ કામ કરશે.
ફોનમાં 32 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા માટે સામેની બાજુએ એક પંચ હૉલ છે. પાછળની બાજુએ ફોનમાં ચાર સેન્સર 64 મેગાપિક્સલ, 8 મેગાપિક્સલ, 2 મેગાપિક્સલ અને 2 મેગાપિક્સલ સેન્સર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
સમાચાર
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)