શોધખોળ કરો
Advertisement
ચાર રિયર કેમેરા સાથે Redmi Note 8, Redmi Note 8 Pro 29 ઓગસ્ટે થશે લોન્ચ
રેડમીએ વીબો પર એલાન કર્યું હતું કે Redmi Note 8માં 4 રિઅર કેમેરા આપવામાં આવશે. આ ફોનમાં સ્નેપડ્રેગન 665 પ્રોસેસર હશે.
નવી દિલ્હી: રેડમીના અપકમિંગ સ્માર્ટફોન Redmi Note 8 અને Redmi Note 8 Proની લોન્ચિંગ પહેલા માહિતી સામે આવી છે. રેડમી 29 ઓગસ્ટે આ સ્માર્ટફોન લોન્ચ કરશે.
રેડમીએ વીબો પર એલાન કર્યું હતું કે Redmi Note 8માં 4 રિઅર કેમેરા આપવામાં આવશે. આ ફોનમાં સ્નેપડ્રેગન 665 પ્રોસેસર હશે. આ ફોનમાં 48MPનો પ્રાઈમરી કેમેરા, સુપર વાઈડ એંગલ સેન્સર, ડેપ્થ ઓફ ફિલ્ડ સેન્સર અને સુપર મેક્રો લેન્સ હશે.
રેડમી નોટ 8 સિરીઝમાં સ્નેપડ્રેગન 665 પ્રોસેસર આપવામાં આવશે. તેની સાથે એડ્રેનો 610 GPU, થર્ડ જનરેશન AIE, હેક્સાગોન 686 DP અને હેક્સાગોન વેક્ટર એક્સ્ટેન્શન હશે.
Redmi Note 8 Proમાં 64 મેગાપિક્સલનું રિઅર સેન્સર, હિલીયો G90T પ્રોસેસર અને 4500 mAhની બેટરી આપવામાં આવશે. રેડમી નોટ 8 પ્રોના રિટેલ બૉક્સની તસવીર સામે આવી છે. જેને રેડમીના જનરલ મેનેજર Lu Weibingએ શેર કરી છે.
કંપની Redmi Note 8 સાથે Redmi Note 8 Pro પણ લોન્ચ કરી શકે છે. આ સ્માર્ટફોનની કિંમત સહિતની અન્ય માહિતી 29 ઓગસ્ટે રીલિઝ કરશે. 29 ઓગસ્ટે રેડમીની ઇવેન્ટ યોજાવાની છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મનોરંજન
દેશ
બિઝનેસ
Advertisement