Redmi ના આ મોંઘા ફોનને સસ્તામાં ખરીદવાનો બેસ્ટ મોકો, જાણો કયો છે ફોન ને શું છે મોટી ઓફર્સ.....
જો તમે આ સીરીઝના ફોનને ખરીદવા ઇચ્છતા હોય તો તમારી પાસે બેસ્ટ મોકો છે. ખરેખરમાં અમેઝોન પર આ ફોન પર ડિસ્કાઉન્ટની સાથે શાનદાર ઓફર્સ આપવામાં આવી રહી છે. આ ઓફર્સની મદદથી તમે ફોનને ઓછી કિંમતે ખરીદી શકો છો. જાણો શું છે ફોન પર ઓફર્સ......
નવી દિલ્હીઃ શ્યાઓમીની Redmi Note 9 સીરીઝે ભારતમાં જોરદાર ધમાલ મચાવી દીધી છે. આ સીરીઝના ફોનને ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે. જો તમે આ સીરીઝના ફોનને ખરીદવા ઇચ્છતા હોય તો તમારી પાસે બેસ્ટ મોકો છે. ખરેખરમાં અમેઝોન પર આ ફોન પર ડિસ્કાઉન્ટની સાથે શાનદાર ઓફર્સ આપવામાં આવી રહી છે. આ ઓફર્સની મદદથી તમે ફોનને ઓછી કિંમતે ખરીદી શકો છો. જાણો શું છે ફોન પર ઓફર્સ......
આ છે ઓફર્સ.....
Redmi Note 9ના 4GB રેમ અને અને 64GB સ્ટૉરેજ વાળા વેરિએન્ટને અમેઝોન પર 10,999 રૂપિયાની કિંમતની સાથે ખરીદી શકો છો. વળી આના 4GB રેમ અને 128GB સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત અહીં 12,999 રૂપિયા છે. સાથે જ ફોનના 6GB રેમ અને 128GB સ્ટૉરેજ વાળા ટૉપ એન્ડ વેરિએન્ટની પ્રાઇસ અમેઝોન પર 13,999 રૂપિયા છે. એટલુ જ નહીં તમે અમેઝોન પર આ ફોન પર એક્સચેન્જ ઓફર અંતર્ગત પણ ખરીદી શકો છો. જેના પર તમને 1000 રૂપિયાનુ એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળશે. સાથે જ ફોનને નૉ કૉસ્ટ ઇએમઆઇ ઓપ્શનથી પણ ખરીદી શકાય છે.
Redmi Note 9ની સ્પેશિફિકેશન્સ.....
Redmi Note 9 ફોનમાં 6.53 ઇંચની ફૂલ HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે. જેનુ રિઝૉલ્યૂશન 1,080x2,340 પિક્સલ છે. આ એન્ડ્રોઇડ 10 બેઝ્ડ MIUI 11 પર કામ કરે છે. ફોન ઓક્ટાકૉર MediaTek Helio G85 પ્રૉસેસર વાળો છે. ફોનમાં 6GB સુધીની રેમ આપવામાં આવી છે. ફોટોગ્રાફી માટે ફોનમાં 48MP પ્રાઇમરી કેમેરા, 8MP અલ્ટ્રાવાઇડ એન્ગલ કેમેરા, 2MP મેક્રો કેમેરા અને 2MP ડેપ્થ કેમેરા આપવામાં આવ્યો છે. ફ્રન્ટમાં 13MPનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. આમાં 128GBની ઇન્ટરનલ મેમેરી આપવામા આવી છે, જેને કાર્ડની મદદથી 512GB સુધી વધારી શકાય છે. આ ફોનમાં 5,020mAhની બેટરી આપવામાં આવી છે, જે 22.5W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આવે છે.