શોધખોળ કરો
Advertisement
લોકડાઉનમાં Jio, Airtel, Vodafoneની ભેટ, પ્રીપેડ યૂઝર્સને મળશે આ લાભ, જાણો વિગતે
પોતાના જિઓ એસોસિએટ પ્રોગ્રામ અંતર્ગત કંપનીએ પોતાના ગ્રાહકોને એવા મિત્રો, સંબંધીઓના રિચાર્જ કરાવાવની સુવિધા આપી છે.
નવી દિલ્હીઃ દેશની ત્રણ મોટી ટેલીકોમ કંપની રિલાયન્સ જિઓ, એરટેલ અને વોડાફોન આઈડિયાએ પ્રીપેડ સર્વિસ યૂઝર્સની વેલિડિટી 3 મે સુધી વધારી દીધી છે. ટેલીકોમ ઓપરેટર રિલાયન્સ જિઓએ હજારો ઓછી આવક ધરાવતા યૂઝર્સની મુશ્કેલીને ધ્યાનમાં રાખતા વેલિડીટી વધારી છે. રિલાયન્સ જિઓએ એક નિવેદનમાં કહ્યું કે, “તેનાથી માત્ર ઓછી આવક ધરાવતા યૂઝર્સને જ લાભ નથી થાય પરંતુ સાથે સાથે એ લોકોને પણ લાભ થશે જે આ પડકારજનક સમયમાં રિચાર્જ કરાવવામાં અસમર્થ છે.”
પોતાના જિઓ એસોસિએટ પ્રોગ્રામ અંતર્ગત કંપનીએ પોતાના ગ્રાહકોને એવા મિત્રો, સંબંધીઓના રિચાર્જ કરાવાવની સુવિધા આપી છે. યૂઝર્સ આ પ્રોગ્રામ અંતર્ગત કમીશન પણ મેળવી શકે છે. કંપનીએ કહ્યું, “આ પ્રોગ્રામ તેમને ધ્યાનમાં રાખીને લાવવામાં આવી છે જે ઓનલાઈન રિચાર્જ નથી કરાવી શકતા. એવામાં જો તેમનો કોઈ મિત્ર કે સંબંધી રિચાર્જ કરાવે છે તો તેને પણ કમીશન આપવામાં આવશે.”
જ્યારે જિઓ ઉપરાંત એરટેલ અને વોડાફોન આઈડિયાએ પણ પોતાના ગ્રાહકોને પ્લાન વેલિડિટી 3 મે સુધી વધારી છે. એરટેલે કહ્યું, ‘30 મિલિયન જેટલા ગ્રાહકો પ્રીપેડ મોબાઈલ એકાઉન્ટનને રિચાર્જ નથી કરાવી શક્યા. તેમની કનેક્ટિવીટી જરૂરતોને ધ્યાનમાં રાખતા એરટેલ 3 મે, 2020 સુધી આ એકાઉન્ટની વેલિડીટી વધારી રહ્યું છે. આ તમામ ગ્રાહકો પોતાના પ્લાનની વેલિડિટી પૂરી થયા બાદ પણ પોતાના એરટેલ મોબાઈલ નંબરો પર ઇનકમિંગ કોલ મેળવી શકશે.”
વોડાફોન આઈડિયાએ પણ “ઇનકમિંગ સર્વિસ વેલિડિટીની આ ફ્રી સુવિધા વોડાફોન અને આઇડિયા બન્નેના લાખો ફીચર ફોન યૂઝર્સને ઇનકમિંગ કોલ મેળવવા માટે સક્ષણ કરશે, ભલે પછી તેમની વેલિડિટી પહેલા જ પૂરી થઈ ગઈ હોય.”
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement