શોધખોળ કરો
Advertisement
ભારતમાં સૌથી સસ્તો 5G સ્માર્ટફોન લાવવાની તૈયારીમાં છે રિલયાન્સ જિઓ, કિંમત હશે 5000થી પણ ઓછી, જાણો વિગતે
કંપની એકદમ સસ્તાં 5G સ્માર્ટફોન લૉન્ચ કરવાનુ પ્લાનિંગ કરી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે આ સ્માર્ટફોન્સની કિંમત 5000 રૂપિયાથી પણ ઓછી હશે
નવી દિલ્હીઃ દેશમાં 4G નેટવર્કની ક્રાંતિ લાવ્યા બાદ રિલાયન્સ જિઓ હવે 5G સ્માર્ટફોન લાવવાની તૈયારી કરી રહ્યું છે. કંપની એકદમ સસ્તાં 5G સ્માર્ટફોન લૉન્ચ કરવાનુ પ્લાનિંગ કરી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે આ સ્માર્ટફોન્સની કિંમત 5000 રૂપિયાથી પણ ઓછી હશે, જોકે કંપની તરફથી કહેવામાં આવ્યુ હતુ કે માર્કેટમાં માંગને ધ્યાનમાં રાખીને કંપની આ સ્માર્ટફોન્સની કિંમત 2500થી 3000 રૂપિયા સુધીની કરી શકે છે.
દેશમાં હાલ 5G સ્માર્ટફોનની કિંમત 27000 રૂપિયાથી શરૂ થાય છે, પરંતુ જિઓ સૌથી ફાસ્ટ નેટવર્કના ફોન બહુજ ઓછી કિંમતમાં ઉપલબ્ધ કરાવશે. ભારતમાં સૌથી સસ્તાં 4G સ્માર્ટફોન લાવવાનો શ્રેય પણ રિલાયન્સ જિઓને જ જાય છે. આ સ્માર્ટફોન્સની કિંમત માત્ર 1500 રૂપિયા હતી.
આટલા કરોડ યૂઝર્સનુ લક્ષ્ય
રિલાયન્સના અધિકારી અનુસાર કંપની 20 કરોડ ફોન યૂઝર્સનુ લક્ષ્ય લઇને ચાલી રહી છે. હાલ આ યૂઝર્સની પાસે બેસિક 2G ફોન છે. આ ફાસ્ટ જિંદગીમાં 5G સ્માર્ટફોનની જરૂરને જોતા કંપની આના પર કામ કરી રહી છે. હાલ ભારતમાં 5G નેટવર્ક શરૂ પણ નથી થયુ.
સરકાર પાસે માંગી મંજૂરી
રિલાયન્સ ગૃપે 5G સ્માર્ટફોન્સ માટે એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમની સાથે મળીને આ સ્માર્ટફોન બનાવવાની વાત કહી હતી. વળી, માનવામાં આવી રહ્યુ છે કે રિલાયન્સના સસ્તાં 5G સ્માર્ટફોન્સ માટે ઓપરેટિંગ સિસ્ટમ બનાવવામાં માઇક્રોસૉફ્ટની મદદ લેવામાં આવી શકે છે. હજુ દેશમાં 5G નેટવર્કની શરૂઆત નથી થઇ, અને આ માટે કંપનીએ સરકાર પાસે પરમીશન માંગી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement