શોધખોળ કરો
Advertisement
પ્લે સ્ટોરમાંથી હટાવવામાં આવી રિમૂવ ચાઇના એપ, 50 લાખથી વધારે વખત થઈ હતી ડાઉનલોડ
‘રિમૂવ ચાઇના એપ’ વિતેલા મહિનાની 17 તારીખે લોન્ચ કરવામાં આવી હતી.
નવી દિલ્હીઃ ભારતમાં ચીનના વિરોધની ભાવનાઓનું પ્રતીક બની ચૂકેલ ‘રિમૂવ ચાઇના એપ’ને ગૂગલ પ્લે સ્ટોરે હટાવી દીધી છે. ભારતમાં આ એપ ખૂબ જ ઝડપથી લોકપ્રિય થઈરહી હતી. તેની લોકપ્રિયાતનો અંદાજ એવાતથી લગાવી શકાય છે કે થોડા જ સપ્તાહમાં 5 મિલિયનથી વધારે વખત ડાઉનલોડ કરવામાં આવી હતી. એપને 1.89 લાખ રિવ્યૂ અને 4.9 સ્ટાર મળ્યા હતા.
‘રિમૂવ ચાઇના એપ’ વિતેલા મહિનાની 17 તારીખે લોન્ચ કરવામાં આવી હતી. ત્યાર બાદ ભારતીયોમાં આ એપનો ઉપયોગ ચીન પ્રત્યે ગુસ્સો વ્યક્ત કરવા માટે થવા લાગ્યો. આ એપ દેશમાં અનેક કારણોથી લોકપ્રિય થઈ રહી છે. ભારત-ચીન સરહદ પર વધતા તણાવ અને કોવિડ-19 મહામારીને કારણે થઈ રહેલ નુકસાન મહત્ત્વનું કારણ માનવામાં આવે છે.
ગૂગલે પ્લે સ્ટોરથી હટાવી ‘રિમૂવ ચાઇના એપ’
દાવો કરવામાં આવી રહ્યો છે કે તેનાથી ટિકટોક અને યૂસી બ્રાઉઝર જેવી કથિત ચાઇનીઝ એપ ડિલીટ કરી શકાય છે. જોકે એપને બનાવનારી ‘વન ટચ એપ લેબ્સ’એ તેને શૈક્ષણિક ઉદ્દેશ્યો માટે બનાવવાની વાત કહી હતી. તેમનું એ પણ કહેવું છે કે, એપ ડેવલપર્સ વ્યાવસાયિક ઉદ્દેશ્યો માટે તેનો ઉપયોગ કરવાનો ઈરાદો નથી.
ભારતમાં ચીનના વિરોધ તરીકે થઈ રહ્યો હતો ઉપયોગ તેમ છતાં ગૂગલે રિમૂવ ચાઇના એપને પોતાના પ્લે સ્ટોરથી હટાવવા વિશે કોઈ જાણકારી આપી નથી. કંપનીએ એ વાતનો ખુલાસો કર્યો નથી કે એપને પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરવાનો વિકલ્પ શા માટે બંધ કરવામાં આવ્યો છે અને ન તો એ વાતનો ખુલાસો કર્યો છે કે ફરીથી તે પ્લે સ્ટોર પર ઉપલબ્ધ ક્યારે થશે. જયપુરની કંપની ‘વન ટચ અને ચએપ લેબ્સ’એ પોતાના ટ્વીટમાં એ વાતનો સ્વીકા કર્યો છે કે તેની એપને ગૂગલે પ્લે સ્ટોરથી સસ્પેન્ડ કરી દીધી છે.Dear Friends,
Google has suspended our #RemoveChinaApps from google play store. Thank you all for your support in past 2 weeks. "You Are Awesome" TIP Its easy to find the origin of any app by searching on google by typing <AppName> origin country Stay Tuned !! Stay Safe!! — onetouchapplabs (@onetouchapplabs) June 2, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement