શોધખોળ કરો
Advertisement
ભારતમાં બહુ જલ્દી લૉન્ચ થશે સેમસંગનો આ શાનદાર કેમેરા ફોન, બેટરી છે 5,000mAhની, જાણો વિગતે
માનવામાં આવી રહ્યું છે કે આ ફોન બહુ જલ્દી ભારતમાં પણ લૉન્ચ થઇ શકે છે. અહીં આ ફોન બે વેરિએન્ટમાં લૉન્ચ કરવામા આવી શકે છે, જેમાં 4 GB રેમ +64 GB ઇન્ટરનલ સ્ટૉરેજ અને 4 GB રેમ +128 GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટ સામેલ છે. ભારતમાં આ ફોન 13000 રૂપિયાથી ઓછી કિંમતમાં ઉતારવામાં આવી શકે છે. જાણો સ્પેશિફિકેશન્સ.....
નવી દિલ્હીઃ સ્માર્ટફોન મેકર સેમસંગે ગયા વર્ષે સેમસંગ ગેલેક્સી A12ને ગ્લૉબલ લેવલ પર લૉન્ચ કર્યો હતો. વળી હવે આ ફોનના ભારતમાં પણ લૉન્ચિંગનો ઇન્તજાર છે. માનવામાં આવી રહ્યું છે કે આ ફોન બહુ જલ્દી ભારતમાં પણ લૉન્ચ થઇ શકે છે. અહીં આ ફોન બે વેરિએન્ટમાં લૉન્ચ કરવામા આવી શકે છે, જેમાં 4 GB રેમ +64 GB ઇન્ટરનલ સ્ટૉરેજ અને 4 GB રેમ +128 GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટ સામેલ છે. ભારતમાં આ ફોન 13000 રૂપિયાથી ઓછી કિંમતમાં ઉતારવામાં આવી શકે છે. જાણો સ્પેશિફિકેશન્સ.....
સ્પેશિફિકેશન્સ....
Samsung Galaxy A12 6.5 ઇંચની TFT ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોન એન્ડ્રોઇડ 10 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. આ ઓક્ટાકૉર પ્રૉસેસર મીડિયાટેક હીલિયો પી35 ચિપસેટ વાળો છે. ફોનમાં 6 GB રેમ અને 128 GB સ્ટૉરેજ મળશે જેમાં તમે માઇક્રો એસડી કાર્ડની મદદથી વધારી શકો છો.
કેમેરા....
Samsung Galaxy A12માં ક્વાડ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે, જેમાં એફ/2.0 લેન્સની સાથે 48- મેગાપિક્સલનો પ્રાઇમરી સેન્સર, સાથે 5- મેગાપિક્સલ અલ્ટ્રા વાઇડ એન્ગલ લેન્સ, સાથે 2- મેગાપિક્સલ મેક્રો શૂટર અને 2- મેગાપિક્સલનો ડેપ્થ કેમેરો આપવામાં આવ્યો છે, સાથે 8- મેગાપિક્સલ શૂટરની સાથે આવે છે.
મળશે આ ફિચર્સ પણ....
Samsung Galaxy A12માં ફિંગરપ્રિન્ટ સેન્સર પણ છે, ફોનમાં 5,000mAhની બેટરી છે, જે 15W ફાસ્ટ ચાર્જિંગની સાથે આવે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
શિક્ષણ
બોલિવૂડ
ગુજરાત
Advertisement