શોધખોળ કરો
Advertisement
સેમસંગે પોતાના આ 7000mAhની બેટરીવાળા ફોનની કિંમત ઘટાડી, જાણો શું છે નવી કિંમત ને કેવા છે ફિચર્સ
સેમસંગે પોતાના દમદાર 7000mAh ની બેટરીવાળા સ્માર્ટફોન સેમસંગ ગેલેક્સી M51ની કિંમત ફરી એકવાર ઘટાડી છે. આના પર લગભગ 2000 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જાણો શું છે નવી કિંમત ને ફિચર્સ.....
નવી દિલ્હીઃ નવા વર્ષમાં સેમસંગે ફરી એકવાર પોતાનો પ્રાઇસ કટનો સિલસિલો ચાલુ રાખ્યો છે. સેમસંગે પોતાના દમદાર 7000mAh ની બેટરીવાળા સ્માર્ટફોન સેમસંગ ગેલેક્સી M51ની કિંમત ફરી એકવાર ઘટાડી છે. આના પર લગભગ 2000 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જાણો શું છે નવી કિંમત ને ફિચર્સ.....
નવી કિંમત...
સેમસંગની ઓફિશિયલ વેબસાઇટ અનુસાર, સેમસંગ ગેલેક્સી M51ના 6GB અને 128GB સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 22,999 રૂપિયા કરી દેવામાં આવી છે. આ ફોનની પહેલા કિંમત 24999 રૂપિયા હતી. વળી આના 8GB અને 128GB સ્ટૉરેજ વેરિએન્ટને હવે 26999 રૂપિયાના બદલે 24999 રૂપિયામાં ખરીદવાનો મોકો મળશે.
સેમસંગ ગેલેક્સી M51ના ફિચર્સ
સેમસંગ ગેલેક્સી M51ની સૌથી મોટી ખાસિયત આની 7,000mAhની દમદાર બેટરી છે, જે આને Samsungની M સીરીઝનનો સૌથી ખાસ ફોન બનાવે છે. આમાં 7,000mAhની બેટરીની સાથે 25W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આવી શકે છે. સ્માર્ટફોનમાં એક 6.67-ઇંચ FHD + AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનમાં ક્વાલકૉમનુ સ્નેપડ્રેગન 730G પ્રૉસેસર છે, જે 8GB રેમ સાથે આવે છે. એન્ડ્રોઇડ 10 પર બેઝ્ડ OneUI પર કામ કરે છે.
કેમેરા ફિચર્સ
ફોનમાં 64 મેગાપિક્સલનો ક્વાડ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. આમાં 64 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરાની સાથે પાંચ મેગાપિક્સલનુ ડેપ્થ સેન્સર, 12 મેગાપિક્સલનુ અલ્ટ્રા વાઇડ એન્ગલ સેન્સર અને એક પાંચ મેગાપિક્સલનો મેક્રો સેન્સર આપાવામાં આવ્યુ છે. સેલ્ફી માટે ફોનમાં SONY IMX616 સેન્સરની સાથે 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement