Samsungનો આ અપકમિંગ ફોન iPhone 14થી પણ મોંઘો હશે, આ દિવસે થશે લોન્ચ, જાણો કિંમત?
OnePlus ફેબ્રુઆરીમાં તેની ફ્લેગશિપ સિરીઝ પણ લોન્ચ કરવા જઈ રહી છે
Samsung Galaxy S23 Series: લાંબા સમય સુધી રાહ જોયા બાદ સેમસંગ આખરે ભારતમાં આવતા અઠવાડિયે એટલે કે ફેબ્રુઆરી 1 ના રોજ તેનો લેટેસ્ટ જનરેશન ફ્લેગશિપ સ્માર્ટફોન Samsung Galaxy S23 સિરીઝ લોન્ચ કરવા જઈ રહી છે. દર વખતની જેમ આ વખતે પણ ફોનના લોન્ચિંગ પહેલા તેના સ્પેસિફિકેશનને લઈને અલગ-અલગ પ્રકારના લીક્સ સામે આવી રહ્યા છે. કંપનીએ થોડા સમય પહેલા ઇવેન્ટની તારીખની સત્તાવાર જાહેરાત કરી હતી. હવે ઇવેન્ટ પહેલા નવી જનરેશનના ફ્લેગશિપ સ્માર્ટફોનની કિંમતો વિશેની જાણકારી લીક થઇ છે. રિપોર્ટ અનુસાર, સેમસંગ ગેલેક્સી એસ-23 ગેલેક્સી એસ-22 કરતા વધુ મોંઘો હશે.
Samsung Galaxy S23 અંદાજીત કિંમત
રિપોર્ટ અનુસાર, Samsung Galaxy S23ના બેઝ મૉડલની કિંમત 79,999 રૂપિયા હોઈ શકે છે, જે ભારતમાં iPhone 14ની કિંમત કરતાં વધુ છે. Galaxy S23 Plus એક મિડ-રેન્જ મોડલ હશે, તેની કિંમત 89,999 રૂપિયાથી શરૂ થઈ શકે છે. જ્યારે Galaxy S23 Ultra, લાઇનઅપનું હાઇ-એન્ડ વેરિઅન્ટ 1,14,999 રૂપિયામાં લોન્ચ થઈ શકે છે. 2022 લાઇનઅપમાં Galaxy S22 ની કિંમત 72,999 રૂપિયા, S22 Plusની કિંમત 84,999 રૂપિયા અને Galaxy S22 Ultraની કિંમત 1,09,999 રૂપિયા હતી. ભારતમાં સેમસંગના ફ્લેગશિપ સ્માર્ટફોન લાઇનઅપની કિંમતોમાં રૂ. 5,000-7,000નું માર્ક-અપ જોવા મળી શકે છે.
OnePlus 11 સિરિઝ પણ લોન્ચ કરવામાં આવશે
OnePlus ફેબ્રુઆરીમાં તેની ફ્લેગશિપ સિરીઝ પણ લોન્ચ કરવા જઈ રહી છે. અત્યાર સુધી સામે આવેલી માહિતી અનુસાર, OnePlus તેની સીરિઝ આવતા મહિને 7 ફેબ્રુઆરીએ રજૂ કરવા જઈ રહ્યું છે. આ શ્રેણી હેઠળ કંપની OnePlus 11 5G, OnePlus 11R 5G, કીબોર્ડ અને એક ટેબલેટ લોન્ચ કરી શકે છે. આ સિવાય IQOO NEO 7 5G સ્માર્ટફોન પણ ફેબ્રુઆરીમાં જ 16 ફેબ્રુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે. આમાં ભારતની પ્રથમ મીડિયાટેક ડાયમેન્સિટી 8200 ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
OnePlus : OnePlus Pad ક્યારે થશે લોંચ તેને લઈ થયો ખુલાસો, સાથે આવશે અનેક 'ગિફ્ટ'
પ્રીમિયમ સ્માર્ટફોન્સ માટેની લોકપ્રિય કંપની OnePlusએ 7 ફેબ્રુઆરીએ ક્લાઉડ 11 ઇવેન્ટની જાહેરાત કરી છે. આ ઈવેન્ટમાં કંપની સેમસંગ જેવા ઘણા ડિવાઈસ રજૂ કરવા જઈ રહી છે. સેમસંગની ઇવેન્ટ 1 ફેબ્રુઆરીના રોજ છે. સૌ પ્રથમ ચાલો OnePlus વિશે વાત કરીએ. ત્યાર બાદ તેની ક્લાઉડ 11 ઇવેન્ટમાં કંપની OnePlus 11 5G, OnePlus 11R 5G સ્માર્ટફોન્સ, OnePlus TV 65 Q2 Pro, OnePlus Buds Pro 2 અને OnePlus Mechanicalનું ભવ્ય લોન્ચિંગ કરવા જઈ રહી છે