Samsung Galaxy S25 સીરીઝનો ભારતમાં સેલ શરૂ, મળી રહી છે શાનદાર ઓફર્સ, જાણો કિંમત
કંપનીએ 22 જાન્યુઆરીએ અમેરિકામાં આયોજિત એક કાર્યક્રમમાં આ સીરિઝ લોન્ચ કરી હતી

Samsung Galaxy S25 Series Sale: સેમસંગ ગેલેક્સી S25નું વેચાણ આજથી ભારતમાં શરૂ થઈ ગયું છે. કંપનીએ 22 જાન્યુઆરીએ અમેરિકામાં આયોજિત એક કાર્યક્રમમાં આ સીરિઝ લોન્ચ કરી હતી. આ સીરિઝમાં ગેલેક્સી S25, ગેલેક્સી S25 પ્લસ અને ગેલેક્સી S25 અલ્ટ્રા મોડેલ લોન્ચ કરવામાં આવ્યા હતા. આ ત્રણેય ફોન આજથી ભારતમાં ખરીદી શકાય છે. ચાલો જાણીએ કે આ ફોનની કિંમત શું છે અને કંપની તેમને ખરીદવા પર શું ઑફર આપી રહી છે.
ફોનની કિંમત શું છે?
ગેલેક્સી S25ના બેઝ વેરિઅન્ટ (12GB+256GB) ની કિંમત ભારતમાં 80,999 રૂપિયા છે. તેના 12GB+512GB વર્ઝન માટે તમારે 92,999 રૂપિયા ચૂકવવા પડશે. ગેલેક્સી S25 પ્લસ વિશે વાત કરીએ તો તેના 12GB + 256GB વેરિઅન્ટની કિંમત 99,999 રૂપિયા છે. તેના 512GB વેરિઅન્ટની કિંમત 1,11,999 રૂપિયા રાખવામાં આવી છે.
ગેલેક્સી S25 અલ્ટ્રા સૌથી મોંઘુ મોડેલ છે
ગેલેક્સી S25 અલ્ટ્રા સૌથી મોંઘુ મોડેલ છે. તેની શરૂઆતની કિંમત 1,29,999 રૂપિયા છે. તેના 512GB માટે તમારે 1,41,999 રૂપિયા ચૂકવવા પડશે. જો તમને વધુ સ્ટોરેજવાળું અલ્ટ્રા મોડેલ જોઈતું હોય તો તમારે તેના 1TB વેરિઅન્ટ માટે 1,65,999 રૂપિયા ચૂકવવા પડશે. સેમસંગના ઓનલાઈન સ્ટોર પરથી ખરીદી કરનારાઓને સ્ટાન્ડર્ડ રંગ ઉપરાંત અન્ય ઘણા કલર ઓપ્શન પણ મળશે.
આ ઑફર્સ ફોન પર આપવામાં આવી રહી છે
સેમસંગે ફ્લેગશિપ સીરિઝના ડિવાઇસ ખરીદનારા ગ્રાહકો માટે ઘણી ઑફર્સની જાહેરાત કરી છે. જો કોઈ પોતાના જૂના ફોનને ગેલેક્સી S25 સીરિઝ માટે એક્સચેન્જ કરે છે, તો તેને 9,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ આપવામાં આવી રહ્યું છે. જો કોઈ HDFC ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ટ્રાન્જેક્શન કરે છે તો તેને 9,000 રૂપિયાની વધારાની એક્સચેન્જ વેલ્યૂ મળશે. HDFC ક્રેડિટ કાર્ડના સંપૂર્ણ સ્વાઇપ પર 8,000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે. બીજી તરફ, જો કોઈ યુઝર્સ આ ફોન સાથે ગેલેક્સી વોચ 7, ગેલેક્સી વોચ અલ્ટ્રા અથવા ગેલેક્સી બડ્સ 3 ખરીદે છે તો તેને 18,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
Tech: પુરેપુરું બદલાઇ જશે Alexa, મળવાનું છે અત્યાર સુધીનું સૌથી મોટું અપડેટ, Amazon ને કરી તૈયારી





















