શોધખોળ કરો
Advertisement
સેમસંગે લૉન્ચ કર્યા લેટેસ્ટ વાયરલેસ ઇયરફોન, પાંચ-દસ નહીં બેટરી ચાલશે 500 કલાક સુધી, જાણો ખાસિયતો વિશે....
ગ્રાહક આને ફ્લિપકાર્ટ અને સેમસંગના ઓનલાઇન સ્ટૉર પરથી ખરીદી શકશે. આ ઇયરફોનમાં ફિઝીકલ બટન આપવામાં આવ્યા છે, જેનો ઉપયોગ કૉલ રિસીવ કરવા, મ્યૂટ કરવા અને કૉલ રિજેક્ટ કરવા માટે કરવામાં આવી શકે છે
નવી દિલ્હીઃ સેમસંગે ભારતમાં પોતાના નવા ઇયરફોન ‘Level U2’ લૉન્ચ કરી દીધા છે. આની કિંમત 1,999 રૂપિયા રાખવામાં આવી છે. આમાં બ્લેક અને બ્લૂ. બે કલર ઓપ્શન મળશે. ગ્રાહક આને ફ્લિપકાર્ટ અને સેમસંગના ઓનલાઇન સ્ટૉર પરથી ખરીદી શકશે. આ ઇયરફોનમાં ફિઝીકલ બટન આપવામાં આવ્યા છે, જેનો ઉપયોગ કૉલ રિસીવ કરવા, મ્યૂટ કરવા અને કૉલ રિજેક્ટ કરવા માટે કરવામાં આવી શકે છે.
500 કલાકનો છે સ્ટેન્ડબાય બેકઅપ
સેમસંગ Level U2ની ડિઝાઇન એકદમ પ્રીમિયમ છે. એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે જેથી તમે લાંબા સમય સુધી આનો ઉપયોગ કરી શકો. કંપનીનો દાવો છે કે ફૂલ ચાર્જ કરવાથી આ 500 કલાકનો સ્ટેન્ડબાય રહેશે. જ્યારે આમાં 18 કલાક મ્યૂઝિક પ્લેબેક અને 13 કલાકનો ટૉકટાઇમનો પણ દાવો કરવામાં આવ્યો છે. ચાર્જિંગ માટે આમાં યુએસબી ટાઇપ-સી પોર્ટનો સપોર્ટ મળશે.
આ છે કનેક્ટિવિટી ફિચર્સ...
આમાં 12mmના ડ્રાઇવર છે, કનેક્ટિવિટી માટે આમાં બ્લૂટૂથ 5.0 આપવામાં આવ્યુ છે. આમાં AAC, SBC અને Scalable codec નો સપોર્ટ મળે છે. આમાં બે માઇક્રોફોન આપવામાં આવ્યા છે, જેની મદદથી બેસ્ટ કૉલિંગનો સપોર્ટ મળે છે.
આનુ વજન 41.5 ગ્રામ છે, આ ઇયરફોનમાં ફિઝીકલ બટન આપવામાં આવ્યુ છે. આનો ઉપયોગ કૉલ રિસીવ કરવા, મ્યૂટ કરવા અને કૉલ રિજેક્ટ કરવા માટે કરવામાં આવી શકે છે. વૉટર રિસિસ્ટન્ટ માટે આમાં IPX2ની રેટિંગ મળી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion