શોધખોળ કરો
Advertisement
ભારતમાં લૉન્ચ થયો Samsungનો આ દમદાર ફોન, ફિચર્સ જોઇને તમે પણ ચોંકી જશો
ગેલેક્સી A71 એક પ્રીમિયમ ડિવાઇસ છે અને આમાં કેટલાય સારા ફિચર્સ સામેલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આમાં ક્વૉડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે
નવી દિલ્હીઃ સેમસંગે ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન ગેલેક્સી A71 સ્માર્ટફોનને લૉન્ચ કરી દીધો છે. Galaxy A સીરીઝનુ આ નવુ ડિવાઇસ છે, આ પહેલા કંપની ગયા વર્ષે Galaxy A70ને લૉન્ચ કરી ચૂકી છે, એટલે આ નવુ ડિવાઇસ આનુ સક્સેર માનવામાં આવે છે.
ગેલેક્સી A71 એક પ્રીમિયમ ડિવાઇસ છે અને આમાં કેટલાય સારા ફિચર્સ સામેલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આમાં ક્વૉડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે.
સેમસંગ ગેલેક્સી A71ની કિંમત
સેમસંગના આ ફોનને 8GB રેમ અને 128GB સ્ટૉરેજ સાથે લૉન્ચ કર્યા છે. આની કિંમત 29,999 રૂપિયા રાખવામાં આવી છે. આ ફોન પ્રિઝ્મ ક્રશ બ્લેક, પ્રિઝ્મ ક્રશ સિલ્વર અને પ્રિઝ્મ ક્રશ બ્લૂ કલરમાં અવેલેબલ છે.
સેમસંગની ગેલેક્સી A71 ખાસિયતો.....
ફોનમાં 6.7 ઇંચની ઇન્ફિનીટી -O ડિસ્પ્લે આપવામાં આવી છે, જે AMOLED પ્લસ ટેકનોલૉજીની સાથે છે. આના રિયરમાં ક્વૉડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. જેમાં મેઇન કેમેરા 64 મેગાપિક્સલનો છે, જ્યારે 12 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ કેમેરા, 5 મેગાપિક્સલનો મેક્રો કેમેરા અને 5 મેગાપિક્સલનો ડેપ્થ કેમેરા સામેલ છે. વળી, સેલ્ફી માટે આમાં 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
આ ફોનમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 730 ઓક્ટો-કૉર પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. પાવર માટે આમાં 4,500 mAhની બેટરી આપવામાં આવી છે, જે 25W સુપર ફાસ્ટ ચાર્જિંગની સાથે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
વડોદરા
લાઇફસ્ટાઇલ
અમદાવાદ
બિઝનેસ
Advertisement