(Source: ECI/ABP News/ABP Majha)
સેમસંગે લૉન્ચ કર્યુ Galaxy Tab S6 Lite, કિંમત રાખી છે ફક્ત આટલી જ...........
સેમસંગ ગેલેક્સી ટેબ એસ6 લાઇટ (2022) ની કિંમત 399.90 યૂરો (લગભગ 32,200 રૂપિયા) રાખવામાં આવી છે.
Samsung Galaxy Tab S6 Lite (2022) એ લૉન્ચ કરી દીધુ છે. ટેબલેટ 4GB રેમ અને 64GB સ્ટૉરેજની સાથે સ્નેપડ્રેગન 720G SoC વાળુ છે. સેમસંગ ગેલેક્સી ટેબ S6 લાઇટના 2020 વેરિએન્ટમાં Exynos 9611 પ્રૉસેસર હતુ, આ ટેબલેટ એસ પેન સપોર્ટની સાથે 10.4 ઇંચની એલસીડી ડિસ્પ્લે છે, આમાં એકેજી ટ્યૂન્ડ સ્પીકર છે, અને આ 3.5 મિમી હેડફોન જેકની સાથે આવે છે. આ Android 12-બેઝ One UI 4 આઉટ ઓફ ધ બૉક્સ પર ચાલે છે.
Samsung Galaxy Tab S6 Lite (2022) price, availability
સેમસંગ ગેલેક્સી ટેબ એસ6 લાઇટ (2022) ની કિંમત 399.90 યૂરો (લગભગ 32,200 રૂપિયા) રાખવામાં આવી છે. આ અમેઝૉન પર સિંગલ 4GB + 64GB સ્ટૉરેજ ઓપ્શનમાં પ્રી-ઓર્ડર માટે લિસ્ટેડ છે. લિસ્ટિંગ અનુસાર, ટેબલેટના ઓક્સફોર્ડટ ગ્રે કલરમાં વેચવામાં આવશે, અને 23 મેથી ખરીદવા માટે ઉપલબ્ધ થશે. ટેબલેટને હાલમાં સેમસંગ ઇટાલીની વેબસાઇટ પર સામેલ નથી કરવામાં આવ્યો, અને અમેઝૉન લિસ્ટિંગમાં હાલ એલટીઇ મૉડલ સામેલ નથી. આ બધાની વચ્ચે કંપનીએ અત્યાર સુધી ભારત સહિત અન્ય માર્કેટમાં ટેબલેટને લૉન્ચ કરવાની યોજના જાહેર નથી કરી, હાલમાં માત્ર ઇટાલીમાં જ લૉન્ચ કરવામાં આવ્યુ છે.
2020માં, સેમસંગે ભારતમાં સેમસંગ ગેલેક્સી ટેબ એસ 6 લાઇટ લૉન્ચ કર્યુ, જેની કિંમત 27,999 રૂપિયા માત્ર વાઇફાઇ વેરિએન્ટ માટે જ્યારે એલટીઇ મૉડલ માટે 31,999 રૂપિયા હતી, ટેબલેટને અંગોર બ્લૂ, શિફૉન પિન્ક અને ઓક્સફોર્ડ ગ્રે રંગ ઓપ્શનમાં અમેઝૉન અને સેમસંગ ઇન્ડિયા ઇ-સ્ટૉર પરથી વેચવામાં આવે છે.
આ પણ વાંચો.............
યુવતીનો અશ્લીલ વિડીયો ઉતારી બ્લેક મેઈલ કરતા ક્રિકેટરની ગુજરાત પોલીસે ઘરપકડ કરતા ખળભળાટ
રાજકોટમાંથી પકડાયું દેશવ્યાપી ડિગ્રી કૌભાંડ, નકલી શિક્ષણ બોર્ડ બનાવી 57 સ્કૂલોને માન્યતા આપી
Anupama: અનુપમા અને અનુજના લગ્નને લાગ્યું ગ્રહણ, આ કારણથી લગ્ન બંધ રહ્યાં
Delhi Fire: મુંડકા મેટ્રો સ્ટેશન પાસેની બિલ્ડીંગમાં ભીષણ આગ, 26 લોકોના મોત