રાજકોટમાંથી પકડાયું દેશવ્યાપી ડિગ્રી કૌભાંડ, નકલી શિક્ષણ બોર્ડ બનાવી 57 સ્કૂલોને માન્યતા આપી
Rajkot News : પોલીસે આરોપીની ઓફિસે તપાસ કરતાં ત્યાંથી ‘બોર્ડ ઓફ હાયર સેકેન્ડરી એજ્યુકેશન દિલ્હી’ નામના સર્ટિફિકેટ મળી આવ્યા હતા.
RAJKOT : રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે દેશવ્યાપી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ક્રાઈમ બ્રાન્ચે બે દિવસ પહેલા ડિગ્રી સર્ટિફિકેટનો કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. જેમાં ડિગ્રી સર્ટિફિકેટ આપનાર જ્યંતીલાલ સુદાણી સહિત પાંચની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તેની ઓફિસે તપાસ કરતાં ત્યાંથી ‘બોર્ડ ઓફ હાયર સેકેન્ડરી એજ્યુકેશન દિલ્હી’ નામના સર્ટિફિકેટ મળી આવ્યા હતા.
આ બાબતે વધુ પૂછપરછ કરતા ખરેખર બોર્ડ ઓફ હાયર સેકેન્ડરી એજ્યુકેશન દિલ્હી નામનું કોઈ બોર્ડ નહિ પરંતુ ટ્રસ્ટ હોવાનું સામે આવ્યું હતું. જેથી ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં સંડોવાયેલ જ્યંતીલાલ સુદાણી, જીતેન્દ્ર પીઠડીયા, પરેશ વ્યાસ, કેતન જોષી અને તનુજા સિંઘ સામે ફરિયાદ નોંધી છે.
આ શખ્સોએ દેશની અલગ અલગ 57 જેટલી શાળાઓને કોઇ પણ જાતના સરકારી શિક્ષા વિભાગ, કે અન્ય સરકાર માન્ય કોઇ શૈક્ષણીક બોર્ડની માન્યતા મેળવ્યા વગર શાળાઓને એફીલેશન આપી બોર્ડ નીચે કાર્યરત કરવા લેટર કાઢી આપ્યા હતા. જો કે આ નામનું કોઈ બોર્ડ જ કાર્યરત ન હતું.
હાલ આ ચોંકાવનારી વિગતો સામે આવતા આ 57 સ્કૂલના નામ મેળવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ આ દેશવ્યાપી કૌભાંડ સામે આવતા આ 57 સ્કૂલોમાંથી 12માં ધોરણની પરીક્ષા પાસ કરી રિઝલ્ટ મેળવનાર તમામ વિદ્યાર્થીઓના ભવિષ્ય પણ જોખમમાં મુકાયા છે.
છોટાઉદેપુર : જાનની કારને નડ્યો અકસ્માત
પાવીજેતપુરના બાર ગામ નજીક એક ગોજારો અકસ્માત સર્જાયો છે. લગ્ન વિધિ પતાવી જ્યારે જાન કન્યાને લઈને પરત ફરી રહી હતી ત્યારે રસ્તામાં રાઠવા પરિવારને અકસ્માત નડ્યો હતો. કારચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેમા કારમાં સવાર વરરાજાના પિતાનું અવસાન થયું છે. આ કારમં ચાર વ્યક્તિઓ સવાર હતા. અકસ્માતમાં વરરાજાના પિતા જશવંતભાઈ સોમાભાઈ રાઠવાનું મોત થતા પરિવારમાં માતમ છવાયો છે, જ્યારે અન્ય સવાર માનવ ભગવતનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત થયું છે. જ્યારે અન્ય ઇજાગ્રસ્ત હાલ બોડેલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ અંગે કદવાલ પોલીસે મૃતદેહને પીએમ અર્થે બોડેલી સરકારી દવાખાને મોકલી અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Education Loan Information:
Calculate Education Loan EMI