શોધખોળ કરો

Samsung User Warning: શું તમારી પાસે Samsung નો આ ફોન છે? સરકારે જાહેર કર્યું એલર્ટ

Samsung User Warning: સેમસંગ સ્માર્ટફોનનો ઉપયોગ કરતા કરોડો લોકો માટે સરકાર તરફથી એલર્ટ આવ્યું છે

Samsung User Warning:  સેમસંગ સ્માર્ટફોનનો ઉપયોગ કરતા કરોડો લોકો માટે સરકાર તરફથી એલર્ટ આવ્યું છે. ભારતમાં સેમસંગ સ્માર્ટફોનનો ઉપયોગ કરતા યુઝર્સ માટે સરકારે ચેતવણી જાહેર કરી છે. આવા યુઝર્સને તેમના સ્માર્ટફોનને તાત્કાલિક અપડેટ કરવા માટે કહેવામાં આવ્યું છે.

આવા યુઝર્સ માટે ખાસ ચેતવણી

કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ ઓફ ઈન્ડિયા એટલે કે CERT-In એ સેમસંગ યુઝર્સને સુરક્ષા જોખમોને ટાંકીને તેમના સ્માર્ટફોન અપડેટ કરવા જણાવ્યું છે. આ એલર્ટ સેમસંગ સ્માર્ટફોનના તે યુઝર્સ માટે છે, જેમના ફોન હાલમાં એન્ડ્રોઇડ 11, 12, 13 કે 14 વર્ઝન પર ચાલી રહ્યા છે. એજન્સીનું કહેવું છે કે એન્ડ્રોઇડ 11, 12, 13, 14 પર ચાલતા સેમસંગ ફોનમાં કેટલીક સમસ્યાઓ છે, જેના કારણે હેકર્સ તમારા ફોનમાં ઘૂસી શકે છે.

સરકારી ચેતવણીઓને હળવાશથી ન લો

CERT-In દ્વારા જાહેર કરવામાં આવેલી ચેતવણી હાઇરિસ્ક વોનિંગ કેટેગરીની છે. આનો અર્થ એ છે કે જો તમે પણ એન્ડ્રોઇડ વર્ઝન 11 થી 14 પર સેમસંગ સ્માર્ટફોન ચલાવી રહ્યા છો, તો તમારે આ ચેતવણીને બિલકુલ હળવાશથી ન લેવી જોઈએ. આવા તમામ યુઝર્સે સરકારની ચેતવણી પર તાત્કાલિક પગલાં લેવા જોઈએ અને તેમના સ્માર્ટફોન અપડેટ કરવા જોઈએ. નહિંતર તમારા સ્માર્ટફોનમાંથી સંવેદનશીલ માહિતી ચોરાઈ શકે છે.           

અટેકર કરી શકે છે આ કામ

ચેતવણી અનુસાર, સંબંધિત એન્ડ્રોઇડ વર્ઝનવાળા સ્માર્ટફોનમાં જોવા મળેલી ખામીઓને કારણે અટેકર સિક્યોરિટી રિસ્ટ્રિક્શનને બાયપાસ કરી શકે છે અને સંવેદનશીલ માહિતીને ચોરી શકે છે.  તેમજ લક્ષિત સિસ્ટમ પર મનસ્વી કોડ ચલાવી શકે છે. આના કારણે નોક્સ ફીચરના એક્સેસ કંટ્રોલ, ફેશિયલ રેકગ્નિશન સોફ્ટવેર, એઆર ઈમોજી એપમાં ઓથોરાઈઝેશન ઈશ્યુ, મેમરી કરપ્શન સહિત અનેક ગંભીર સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

આ ડિવાઇસ પર જોખમ છે

CERT-In અનુસાર, જો કોઈ અટેકર કોઈ ડિવાઇસને  નિશાન બનાવે છે, તો તે સિમ પિનને ઍક્સેસ કરી શકે છે, બ્રોડકાસ્ટ મોકલી શકે છે, AR ઈમોજીનો સેન્ડબોક્સ ડેટા વાંચી શકે છે, સિસ્ટમનો સમય બદલી શકે છે અને નોક્સ ગાર્ડ લૉકને બાયપાસ કરી શકે છે. હા, મનસ્વી ફાઇલોને ઍક્સેસ કરી શકે છે. આ નબળાઈથી પ્રભાવિત સ્માર્ટફોન્સમાં Galaxy S23 શ્રેણી, Galaxy Z Flip5, Galaxy Z Fold5 વગેરે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Sourav Ganguly: સૌરવ ગાંગુલીની કારનો દુર્ગાપુર એકસપ્રેસ-વે પર અકસ્માત, પૂર્વ કેપ્ટનનો થયો આબાદ બચાવ

Israel: ઇઝરાયલમાં એક બાદ એક અનેક બસોમાં વિસ્ફોટ, પોલીસે કહ્યું - મોટો આતંકવાદી હુમલો

વડાપ્રધાન ઇન્ટર્નશીપ યોજનાના બીજા તબક્કા માટે અરજી શરૂ, રોજગારની સંભાવના વધશે

General Knowledge: દેશમાં રેગિંગને કારણે દર વર્ષે કેટલા લોકોના થાય છે મોત, કયું રાજ્ય છે આ મામલે સૌથી આગળ?

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ બેફામો પર બ્રેક મારોHun To Bolish : હું તો બોલીશ : કરોડોનો કાટમાળ !Abp Asmita Impact: મહેસાણામાં 'હું તો બોલીશ' કાર્યક્રમના અહેવાલની જોરદાર અસરDinu Solanki VS Digvijaysinh Jadeja: દિનુ સોલંકીના ગીર સોમનાથના કલેક્ટર પર ગંભીર આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sourav Ganguly: સૌરવ ગાંગુલીની કારનો દુર્ગાપુર એકસપ્રેસ-વે પર અકસ્માત, પૂર્વ કેપ્ટનનો થયો આબાદ બચાવ
Sourav Ganguly: સૌરવ ગાંગુલીની કારનો દુર્ગાપુર એકસપ્રેસ-વે પર અકસ્માત, પૂર્વ કેપ્ટનનો થયો આબાદ બચાવ
Israel: ઇઝરાયલમાં એક બાદ એક અનેક બસોમાં વિસ્ફોટ, પોલીસે કહ્યું - મોટો આતંકવાદી હુમલો
Israel: ઇઝરાયલમાં એક બાદ એક અનેક બસોમાં વિસ્ફોટ, પોલીસે કહ્યું - મોટો આતંકવાદી હુમલો
વડાપ્રધાન ઇન્ટર્નશીપ યોજનાના બીજા તબક્કા માટે અરજી શરૂ, રોજગારની સંભાવના વધશે
વડાપ્રધાન ઇન્ટર્નશીપ યોજનાના બીજા તબક્કા માટે અરજી શરૂ, રોજગારની સંભાવના વધશે
General Knowledge: દેશમાં રેગિંગને કારણે દર વર્ષે કેટલા લોકોના થાય છે મોત, કયું રાજ્ય છે આ મામલે સૌથી આગળ?
General Knowledge: દેશમાં રેગિંગને કારણે દર વર્ષે કેટલા લોકોના થાય છે મોત, કયું રાજ્ય છે આ મામલે સૌથી આગળ?
વિદેશમાં MBBS કરવા માટે પાસ કરવી પડશે NEET-UG, મેડિકલ વિદ્યાર્થીઓને છૂટ આપવાનો SCનો ઇનકાર

Health Tips: ગ્લોઈંગ સ્કિન અને મજબૂત રોગપ્રતિકારક શક્તિ માટે ખાલી પેટે પીવો આ બીટનું ખાસ જ્યૂસ, જાણી લો બનાવવાની રીત

India App Block Order: ભારત સરકારની મોટી કાર્યવાહી, 100થી વધુ વિદેશી એપને કરી બ્લોક

સોનિયા ગાંધીની તબિયત લથડી! દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ

Embed widget