26 ઓગસ્ટે લૉન્ચ થશે આ ગજબનો સ્માર્ટફોન, કિંમત છે 15 હજારથી ઓછી, જાણો ડિટેલ્સ.......
ઇનફિનિક્સે ગયા અઠવાડિયે Infinix Note 12 Pro 4G સ્માર્ટફોનને ભારતીય માર્કેટમાં લૉન્ચ કરવાનુ એલાન કર્યુ હતુ, ડિવાઇસને હવે 26 ઓગસ્ટ, 2022 એ ભારતમાં લૉન્ચિંગની પુષ્ટી થઇ ગઇ છે.
Infinix Note 12 Pro 4G: ઇનફિનિક્સે (Infinix) ગયા અઠવાડિયે Infinix Note 12 Pro 4G સ્માર્ટફોનને ભારતીય માર્કેટમાં લૉન્ચ કરવાનુ એલાન કર્યુ હતુ, ડિવાઇસને હવે 26 ઓગસ્ટ, 2022 એ ભારતમાં લૉન્ચિંગની પુષ્ટી થઇ ગઇ છે. Infinix Note 12 Proએ અધિકારિક રીતે ફ્લિપકાર્ટ (Flipkart) પર લૉન્ચ સેક્શન અંતર્ગત લાઇવ કરી દેવામા આવશે. આ લિસ્ટિંગથી સ્માર્ટફોનના કેટલાક મુખ્ય સ્પેક્સનો ખુલાસો પણ થયો છે. જાણો Infinix Note 12 Proની કિંમત (Infinix Note 12 Pro Price In India) અને ફિચર્સ (Infinix Note 12 Pro Features) વિશે ડિટેલ્સમાં..........
Infinix Note 12 4G के Specifications -
Infinix Note 12 4Gમાં સર્ક્યૂલર કેમેરા આઇલેન્ડની સાથે એકફ્લેટબેક આપવામાં આવશે. જેમાં ત્રણ કેમેરા કટઆઉટ મળેછે.
Infinix Note 12 4Gમાં પાવર બટનની સાથે ફ્લેટ સાઇડમાં જમણીબાજુએ વૉલ્યૂમ રૉકર આપવામાં આવ્યુ છે.
Infinix Note 12 4G માં 6.7-ઇંચ AMOLED પેનલ FHD + રિઝૉલ્યૂશન, 60Hz રિફ્રેશ રેટ અને એક ઓસ-ડ્રૉપ નૉચ આપવામાં આવી રહી છે.
Infinix Note 12 4G સ્માર્ટફોનમાં 108MPનો મુખ્ય કેમેરો, 2MP નુ ડેપ્શ સેન્સર અને ઓપ્ટિક્સ માટે AI લેનસ્ આપવામાં આવી રહ્યો છે.
સેલ્ફી અને વીડિયો કૉલ માટે Infinix Note 12 4Gમાં 16MP નો ફ્રેન્ટ કેમેરો મળી શકે છે.
Infinix Note 12 4G માં 33W રેપિડ ચાર્જિંગની સાથે 5,000mAh ની બેટરી આપવામાં આવી રહી છે.
Infinix Note 12 4G ફોનમાં XOS 10.6 ઓવરલે અંતર્ગત Android 12 આપવામાં આી રહ્યું છે.
Infinix Note 12 4G ની ચિપસેટ -
Infinix Note 12 4G માં MediaTek Helio G99 ચિપસેટ આપવામાં આવી રહી છે. આ ચિપસેટની સાથે આવનારો આ ભારતનો પહેલો સ્માર્ટફોન હશે. ઉલ્લેખનીય છે કે, Helio G99 મૂળ રીતે Helio G96 ચિપસેટ છે, જે અત્યારે 12nm નૉડના બદલે 6nm નૉડની સાથે આવે છે. ચિપસેટની સાથે 8GB LPDDR4x રેમ અને UFS 2.2 સ્ટૉરે જ આપવામાં આવશે.
Infinix Note 12 4G Price -
Infinix આ સ્માર્ટફોનને બજેટ સેગમેન્ટમાં લૉન્ચ કરી રહ્યું છે. Infinix Note 12 4G ની કિંમત 15 હજારથી ઓછી હોવાનુ અનુમાન છે. આ ઉપરાંત આના 5G વેરિએન્ટ Infinix Note 12 5Gને ભારતમાં 17,999 રૂપિયાની શરૂઆતી કિંમતમાં લૉન્ચ કરવામાં આવશે.