શોધખોળ કરો
ગૂગલ આસિસ્ટન્ટથી પણ કરી શકાય છે વીડિયો કે વૉઇસ કૉલિંગ, ફોલો કરો આ સ્ટેપ્સ....
ગૂગલ આસિસ્ટન્ટમાં એક ખાસ ફિચર એડ કરવામાં આવ્યુ છે. આ ફિચરની મદદથી હવે યૂઝર્સ ફક્ત પોતાનો વૉઇસ યૂઝ કરીને વૉટ્સએપ વીડિયો કે વૉઇસ કૉલ કરી શકે છે

નવી દિલ્હીઃ ટેક દિગ્ગજ ગૂગલ પોતાના યૂઝર્સ માટે હંમેશા કંઇકને કંઇક ખાસ સુવિધા લાવતુ જ રહે છે. આ કડીમાં હવે ગૂગલ આસિસ્ટન્ટમાં એક ખાસ ફિચર એડ કરવામાં આવ્યુ છે. આ ફિચરની મદદથી હવે યૂઝર્સ ફક્ત પોતાનો વૉઇસ યૂઝ કરીને વૉટ્સએપ વીડિયો કે વૉઇસ કૉલ કરી શકે છે. આનો અર્થ છે આ ફિચરની મદદથી વૉઇસ કમાન્ડ દ્વારા વૉટ્સએપ કૉલ્સ પણ કરવામાં આવી શકે છે. આજકાલ કોરોના સંક્રમણના કારણે ઘરેથી કામ કરી રહેલા યૂઝર્સ માટે આ ખાસ ઉપયોગી સાબિત થઇ શકે છે. વીડિયો કે વૉઇસ કૉલ્સ માટે શું જોઇએ? આવુ કરવા માટે તમારે એન્ડ્રોઇડ 5.0 કે તેનાથી ઉપરની ઓએસ જોઇશે. સાથે જરૂર પડશે ગૂગલ એપ વર્ઝન 6.13 કે તેનાથી ઉપર અને ગૂગલ પ્લે સર્વિસીઝની પણ જરૂર પડશે. 720p કે તેનાથી વધુનુ સ્ક્રીન રિઝૉલ્યૂશન પણ જોઇશે. આ સ્ટેપ્સને ફોલો કરો..... 1- બેક અપ વર્ડ કે ડેડિકેટેડ બટન દ્વારા ગૂગલ આસિસ્ટન્ટ પર ક્લિક કરીને તેને ઓપન કરો. 2- ત્યારબાદ ફક્ત વૉટ્સએપ દ્વારા વૉઇસ કે વીડિયો કૉલ કરવા માટે તમારા આસિસ્ટન્ટને ઓર્ડર કરો. 3- આ સ્ટેપમાં આસિસ્ટન્ટને કૉન્ટેક્ટનુ તે જ નામ બોલો જે નામથી તમે તેનો નંબર સેવ કર્યો છે, જેમ કે મેક એ વૉટ્સએપ ટુ મમ્મી કહી શકો છો. 4- આમ કર્યા પછી ગૂગલ સીધુ વૉટ્સએપ મારફતે તે વ્યક્તિને કૉલ કરી દેશે. ધ્યાન રાખો કે આ સ્ટેપ્સને ફોલો કરતી વખતે તમારે વૉઇસ અને વીડિયો કૉલના કમાન્ડ અલગ અલગ આપવા પડશે. સાથે એકથી વધુ નંબર પણ સિલેક્ટ ના કરવા જોઇએ. આ રીતે તમે આસાનીથી ગૂગલ આસિસ્ટન્ટ દ્વારા વૉઇસ કે વીડિયો કૉલ કરી શકો છો.
વધુ વાંચો





















