શોધખોળ કરો

FAU-Gની ધૂમ, ડાઉનલૉડ કરતાં પહેલા જાણીલો કયા કયા ફોનમાં નહીં ચાલે આ ગેમ, જુઓ આ રહ્યું લિસ્ટ.....

યૂઝર્સ આ ગેમને રમવા માટે પોતાના ફોનમાં ડાઉનલૉડ કરી રહ્યાં છે, પરંતુ આ બધાની વચ્ચે હવે રિપોર્ટ છે કે FAU-G કેટલાક ફોનમાં નહીં ચાલે, એટલે કે અમૂક ફોનના મૉડલમાં ગેમ સપોર્ટ નહીં કરે જેથી યૂઝર્સ ગેમથી વંચિત રહી શકે છે. જાણો કયા કયા ફોન છે, જેમાં FAU-G સપોર્ટ નહીં કરે.......

નવી દિલ્હીઃ પબજીને ટક્કર આપવા લૉન્ચ થયેલી FAU-G એટલે કે Fearless and Unites Guards FAU-Gને જબરદસ્ત રિસપૉન્સ મળી રહ્યો છે. ગેમને પ્લે સ્ટૉરમાંથી એક જ દિવસમાં રેકોર્ડ ડાઉનલૉડીંગ થયુ છે. યૂઝર્સ આ ગેમને રમવા માટે પોતાના ફોનમાં ડાઉનલૉડ કરી રહ્યાં છે, પરંતુ આ બધાની વચ્ચે હવે રિપોર્ટ છે કે FAU-G કેટલાક ફોનમાં નહીં ચાલે, એટલે કે અમૂક ફોનના મૉડલમાં ગેમ સપોર્ટ નહીં કરે જેથી યૂઝર્સ ગેમથી વંચિત રહી શકે છે. જાણો કયા કયા ફોન છે, જેમાં FAU-G સપોર્ટ નહીં કરે....... આ ફોનમાં નહીં ચાલે FAU-G ગેમ.... દેસી PUBG એટલે કે FAU-G ગેમ એન્ડ્રોઇડ 8 કે તેનાથી ઉપરના અપગ્રડેડ વર્ઝનને જ સપોર્ટ કરશે. જો તમે એન્ડ્રોઇડ 8થી જુની ઓપરેટિંગ સિસ્ટમ વાળો સ્માર્ટફોન યૂઝ કરો છો તો તમારા સ્માર્ટફોનમાં FAU-G ગેમ ડાઉનલૉડ નહીં થઇ શકે. સાથે FAU-G ગેમ iOS બેઝ્ડ iPhone અને iPads માટે રજિસ્ટ્રેશન માટે અવેલેબલ નહીં થાય. કંપની FAU-Gના યૂઝર્સ પાસેથી પ્રાઇવેટ ડેટા એક્સેસ કરી શકે છે. આ ડેટામાં યૂઝર્સનુ નામ અને બીજી ડિટેલ્સ સામેલ હોઇ શકે છે. Fearless and Unites Guards FAU-Gએ લૉન્ચના પહેલા જ દિવસે ધમાલ મચાવી દીધી છે. પહેલા જ દિવસે આ ગેમને 10 લાખથી વધુ લોકો ડાઉનલૉડ કરી ચૂક્યા છે. ગૂગલ પ્લે સ્ટૉર પર FAU-Gને 4.1 રેટિંગ મળ્યુ છે. આ ગેમને પ્રજાસત્તાક દિવસ એટલે કે 26મી જાન્યુઆરી 2021ના દિવસે લૉન્ચ કરવામાં આવી હતી. લૉ પહેલા જ આના પ્રી-રજિસ્ટ્રેશને 50 લાખથી વધુના આંકડાને પાર કરી લીધો હતો. શું છે FAU-G અને PUBGમાં અંતર.... FAU-G વિના મલ્ટીમૉડની સાથે લૉન્ચ કરવામાં આવી છે, જ્યારે PUBGમાં મલ્ટીલેયર મૉડ આપવામાં આવ્યા હતા, આ બન્ને ગેમની વચ્ચેનો મોટો ફરક છે. આ ઉપરાંત ગ્રાફિક્સમાં પણ FAU-G ગેમ PUBGથી પાછળ દેખાઇ રહી છે. FAUG ગેમની સાઇઝ 500MB છે. જ્યારે PUBGનું lite વર્ઝન ભારતમાં આગામી સમયમાં લૉન્ચ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત FAU-Gને હિન્દી ભાષામાં પણ લૉન્ચ કરવામાં આવી છે, જ્યારે પબજી ઇગ્લિંશમાં અવેલેબલ હતી. ત્રણ ભાષાઓમાં થઇ લૉન્ચ..... FAU-G ગેમને અત્યારે ઇંગ્લિશ, હિન્દી અને તામિલ ત્રણ ભાષાઓમાં જ લૉન્ચ કરવામાં આવી છે. કંપનીનુ કહેવુ છે કે બહુ જલ્દી આ ગેમ બીજી ભાષાઓમાં પણ અવેલેબલ થશે. આની સાઇઝ 460MBની છે. આ ગેમનુ પ્રમૉશન એક્ટર અક્ષય કુમાર કરી રહ્યો છે. તેને આ ગેમને લઇને ટ્વીટર પર એક વીડિયો અને ડાઉનલૉડ લિંક પણ શેર કરી છે. સિંગલ પ્લેયર મૉડની સાથે લૉન્ચ કરવામાં આવી છે આ ગેમ FAU-G ગેમ સિંગલ પ્લેયર મૉડની સાથે લૉન્ચ કરવામાં આવી છે, પરંતુ બહુ જલ્દી આમાં રૉયલ બેટલ મૉડ અને મલ્ટી યૂઝર મૉડ પણ સામેલ કરવામાં આવી શકે છે. FAU-Gમાં લદ્દાખમાં ચીનના સૈનિકો અને ભારતીય ફૌજીઓની લડાઇ હશે. આ ગેમ દ્વારા યૂઝર્સ લદ્દાખમાં ચીની ઘૂસણખોરો વિરુદ્ધ જંગ લડી શકશે. ગેમની શરૂઆતમાં હાલ ત્રણ કેરેક્ટર આપવામાં આવી રહ્યાં છે. તમે આ ત્રણેય કેરેક્ટર્સને પોતાની પસંદ પ્રમાણે સિલેક્ટ કરી શકો છો. ગેમમાં છે ત્રણ મૉડ FAU-G ગેમમાં અત્યારે ત્રણ મૉડ Campaign, Team Deathmatch અને Free for All આપવામાં આવ્યા છે, પરંતુ અત્યાર ફક્ત કેમ્પેઇન મૉડ યૂઝર્સને મળી રહ્યો છે. FAU-G ગેમને ગૂગલ પ્લે સ્ટૉરમાંથી ડાઉનલૉડ કરવામાં આવી શકે છે, જેના માટે તમારે FAU-G ટાઇપ કરીને સર્ચ કરવુ પડશે. જે યૂઝર્સે આને પ્રી-રજિસ્ટર્ડ કરી છે, તે આમ જ ડાઉનલૉડ કરી શકે છે. FAU-G નો શું છે ચાર્જ.... પબજીને ટક્કર આપવા માટે ભારતમાં જે ગેમ લૉન્ચ કરવામાં આવી છે, તેના માટે યૂઝર્સે રૂપિયા ચૂકવવા પડી શકે છે. FAUG ગેમ ભારતમાં ફ્રી લૉન્ચ કરવામાં આવી છે. તમે આને ગૂગલ પ્લે સ્ટૉરમાંથી બિલકુલ ફ્રી ડાઉનલૉડ કરી શકો છો. જોકે FAU-G ગેમની આ એપ્સ અપગ્રેડ માટે તમારે પે કરવુ પડશે. યૂઝર્સ આ માટે 19, 149, 299, 599, 1299 અને 2999 રૂપિયા સુધી આપવા પડી શકે છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ગેમની કુલ કમાણીનો 20 ટકા હિસ્સો ભારતના વીર ફંડમાં આપવામાં આવશે. FAU-Gની ધૂમ, ડાઉનલૉડ કરતાં પહેલા જાણીલો કયા કયા ફોનમાં નહીં ચાલે આ ગેમ, જુઓ આ રહ્યું લિસ્ટ..... (પ્રતિકાત્મક તસવીર)

ટોપ સ્ટોરી

WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
Embed widget