શોધખોળ કરો
Advertisement
ટિકટૉકે અમેરિકામાં ટ્રમ્પ સરકાર પર કર્યો કેસ, કહ્યું- અમારા પર પ્રતિબંધ એ ચૂંટણી ગતકડુ છે
ચીની એપના માલિકે અમેરિકામાં કાયદાનો સહારો લીધો છે, એટલે કે ટિકટૉક અમેરિકામાં પોતાના પ્રતિબંધ વિરુદ્ધ ટ્રમ્પ સરકારના વહિવટી તંત્ર સામે એક દાખલ કરી દીધો છે
નવી દિલ્હીઃ ચીની એપને ભારત બાદ અમેરિકામાં પણ બેન કરવામાં આવી છે, હવે આ ચીની એપના માલિકે અમેરિકામાં કાયદાનો સહારો લીધો છે, એટલે કે ટિકટૉક અમેરિકામાં પોતાના પ્રતિબંધ વિરુદ્ધ ટ્રમ્પ સરકારના વહિવટી તંત્ર સામે એક દાખલ કરી દીધો છે.
ઉલ્લેખનીય છે કે, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક કાર્યકારી આદેશ આપીને યુએસએમાં પૉપ્યુલર શોર્ટ વીડિયો એપ ટિકટૉક પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ કાર્યકારી આદેશની સામે ટિકટૉક અને તેની પેટન્ટ કંપની બાઇટડાન્સ લિમીટેડે વ્હાઇટના વહીવટી તંત્ર સામે કેસ દાખલ કર્યો છે. વ્હાઇટ હાઉસે બેન કરવા પાછળ રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો ગણાવ્યો છે. તેમને કહ્યું કે ટિકટૉકના યુએસ યૂઝર્સના ડેટા પ્રાઇવસી અને સેફ્ટી માટે અસાધારણ ઉપાય કર્યા હતા.
તેમને ટિકટૉક માટે 6 ઓગસ્ટના કાર્યકારી આદેશમાં ટ્રમ્પના આહવાનને પણ કથિત રીતે પોતાની કથિત ચીન વિરોધી નિવેદનબાજીના વ્યાપક અભિયાનના રૂપે નવેમ્બર 3 અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણીની આગળ જણાવ્યુ, ટ્રમ્પ આ બીજો કાર્યકાળ ઇચ્છી રહ્યાં છે. ટિકટૉકે એક બ્લૉગ પૉસ્ટમાં કહ્યું- અમે સરકાર પર હલકામાં કેસ નથી કરતા,પરંતુ કાર્યકારી આદેશની સાથે અમેરિકન અભિયાનો પર પ્રતિબંધ લાવવાની ધમકી આપવામાં આવી. અમારી પાસે બસ કોઇ વિકલ્પ નથી રહ્યો.
ટિકટૉકે કહ્યું કે, તેને ટિકટૉકના અમેરિકન યૂઝર્સ ડેટાની પ્રાઇવસી અને સુરક્ષા માટે અસાધારણ પગલા ભર્યા છે. એ પણ કહ્યું કે, તંત્રએ તેની ચિંતાઓને દુર કરવા માટે તેના દ્વારા કરવામાં આવેલા વિસ્તૃત પ્રયાસોને નંજરઅંદાજ કર્યા છે. તેને ટ્રમ્પ પર છ ઓગસ્ટના કાર્યકારી આદેશમાં ટિકટૉક પર પ્રતિબંધ લગાવીને વિવાદને રાજકીય રંગ આપવાનો આરોપ લગાવ્યો છે. ટિકટૉકે આ પ્રતિબંધને એક ચૂંટણી ગતકડુ ગણાવ્યુ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
અમદાવાદ
દેશ
Advertisement