શોધખોળ કરો
ટ્વિટરનો ઘટસ્ફોટ, કહ્યું- જાહેરાત માટે યુઝર્સના ઇ મેઇલ અને ફોન નંબરનો......
યુઝર્સ તરફથી તેમના એકાઉન્ટની સિક્યોરિટી માટે શેર કરવામાં આવેલા ઇમેઇલ એડ્ર્સે અથવા મોબાઇલ નંબર જેવા ડેટા ભૂલથી જાહેરાત માટે ઉપયોગ કરવામાં આવ્યા છે

નવી દિલ્હીઃ માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટરે માન્યું કે યુઝર્સના ઇમેઇલ્સને લઇને એડ્રેસ અને ફોન નંબર જેવા પર્સનલ ડેટાનો ઉપયોગ જાહેરાત માટે કર્યો છે. ટ્વિટરનું કહેવું છે કે આ ડેટા સુરક્ષા કારણોથી બાકી ફર્મ્સને સોંપવામાં આવ્યા હતા જ્યાંથી ભૂલથી તેનો ઉપયોગ જાહેરાત સાથે જોડાયેલા મામલામાં કરવામાં આવ્યો છે. અમેરિકન કંપનીએ આ વાતની જાણકારી આપતા કહ્યું કે, એ સ્પષ્ટ રીતે કહી શકાય નહી તેની અસર કેટલા યુઝર્સ પર પડી છે પરંતુ ક્યારેક અમારા પાર્ટનર્સ અથવા બાકી થર્ડ પાર્ટીઝે યુઝર્સનો પર્સનલ ડેટા બહાર શેર કર્યો નથી. ટ્વિટરે આ મામલા સાથે જોડાયેલા એક નિવેદનમાં કહ્યું કે, અમે તાજેતરમાં જાણવા મળ્યું છે કે યુઝર્સ તરફથી તેમના એકાઉન્ટની સિક્યોરિટી માટે શેર કરવામાં આવેલા ઇમેઇલ એડ્ર્સે અથવા મોબાઇલ નંબર જેવા ડેટા ભૂલથી જાહેરાત માટે ઉપયોગ કરવામાં આવ્યા છે. આ ડેટાનો ઉપયોગ ટેલર્ડ ઓડિયન્સ અને પાર્ટનર ઓડિયન્સ એડવટાઇઝિંગ સિસ્ટમ માટે કરવામાં આવ્યો છે. 17 સપ્ટેમ્બર બાદ આ ભૂલને સુધારી લેવામાં આવી છે અને હવે યુઝર્સનો ડેટા પુરી રીતે સુરક્ષિત છે. માઇક્રોબ્લોગિંગ સાઇટ તરફથી કહેવામાં આવ્યું છે કે અમે આ માટે યુઝર્સની માફી માંગીએ છીએ અને જરૂરી પગલા ઉઠાવવાનું વચન આપીએ છીએ કે ભવિષ્યમાં કોઇ ભૂલ પ્લેટફોર્મ પર નહી થાય. ભારતમાં ટ્વિટર યુઝર્સ પર તેની શું અસર પડી છે તેના પર ટ્વિટરે કોઇ ટિપ્પણી કરી નહોતી. ટ્વિટરે કહ્યું કે, જ્યારે કોઇ એડવર્ટાઇઝર તેમની માર્કેટિંગ લિસ્ટ અપલોડ કરે છે તો ખ્યાલ આવતો હતો કે યુઝર્સ તરફથી સિક્યોરિટી માટે આપવામાં આવેલા મોબાઇલ નંબર અને ઇમેઇલ અડ્રેસના આધાર પર લિસ્ટ તૈયાર કરવામાં આવી રહી હતી.
વધુ વાંચો





















