શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ટ્વિટર પર યુઝર્સને ક્યારેય નહી મળે 'Edit'નો ઓપ્શન, કંપનીએ કર્યું કન્ફર્મ
હવે એક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ટ્વિટર પર એડિટનો ઓપ્શન ક્યારેય આપવામાં આવશે નહી
નવી દિલ્હીઃ છેલ્લા વર્ષે ટ્વિટરના સીઇઓ જૈક ડોર્સીએ કહ્યું હતું કે, તેમની માઇક્રોબ્લોગિંગ વેબસાઇટને જલદી એડિટ બટન મળશે. હાલમાં ટ્વિટર યુઝર્સને ટ્વિટને એડિટ કરવાનું ઓપ્શન મળતું નથી અને છેલ્લા વર્ષે Goldman Sachsને આપેલા ઇન્ટરવ્યૂમાં જૈકે કહ્યું હતું તે કંપની એક એવા ફિચર પર કામ કરી રહી છે જેની મદદથી યુઝર્સ પોતાનું ટ્વિટર એડિટ કરી શકશે. જોકે, હવે એક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ટ્વિટર પર એડિટનો ઓપ્શન ક્યારેય આપવામાં આવશે નહી
Wired સાથે થયેલી વાતચીતમાં ડોર્સીએ કહ્યું કે, ટ્વિટર યુઝર્સે પોસ્ટ કરેલા ટ્વિટ્સમાં ફેરફાર માટે એડિટનું બટન અથવા ઓપ્શન આપવામાં નહી આવે. ડોર્સીને જ્યારે પૂછવામાં આવ્યું કે શું ટ્વિટર પર યુઝર્સને એડિટનું ફિચર મળશે. જેના જવાબમાં ડોર્સીએ કહ્યું કે, અમે કદાય ક્યારેય એવું નહી કરીએ. પ્લેટફોર્મ પર એડિટનું ઓપ્શન નહી આપવાનો આઇડિયા ટ્વિટરના ઓરિજનલ ડિઝાઇન અને ઓળખ સાથે જોડાયેલો છે.
ટ્વિટર સીઇઓએ કહ્યું કે, અમે આ સર્વિસ એક એસએમએસ અથવા ટેક્સ મેસેજ સર્વિસ તરીકે શરૂ કરી હતી. જેમ તમને બધાને ખ્યાલ છે કે કોઇ મેસેજને એકવાર મોકલ્યા બાદ તમે તેમાં કોઇ ફેરફાર કરી શકતા નથી. તે સિવાય એવો પણ તર્ક છે કે યુઝર્સ પોતાના ટ્વિટને ખૂબ શેર થયા બાદ અને પસંદ કર્યા બાદ એડિટ કરી ખોટી જાણકારી ફેલાવી શકે છે અને આ ફિચરનો ખોટો ઉપયોગ થઇ શકે છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને અમે કદાચ ક્યારેય આ ફિચર યુઝર્સને આપીશું નહીં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion