શોધખોળ કરો
Twitter બંધ કરી રહ્યું છે ઇનએક્ટિવ એકાઉન્ટ્સ, જાણો વિગતો
આ હેઠળ જો કોઇ યુઝર 11 ડિસેમ્બર સુધી સાઇન-ઇન નહી કરે તો તેનું એકાઉન્ટ્સ બંધ કરી દેવામાં આવશે

નવી દિલ્હીઃ Twitter પોતાના પોર્ટલ પર અનેક એકાઉન્ટ્સ બંધ કરવાની તૈયારીમાં છે. માઇક્રોબ્લોગિગ સાઇટ ટ્વિટર એવા એકાઉન્ટ્સને બંધ કરવા જઇ રહી છે જેને છેલ્લા છ મહિનાથી સાઇન કરવામાં આવ્યા નથી. ટ્વિટરે આ માટે ઇનએક્ટિવ યુઝર્સને વોનિંગ ઇ-મેઇલ મોકલવાનું શરૂ કરી દીધું છે. આ હેઠળ જો કોઇ યુઝર 11 ડિસેમ્બર સુધી સાઇન-ઇન નહી કરે તો તેનું એકાઉન્ટ્સ બંધ કરી દેવામાં આવશે. સાથે જ બંધ કરવામાં આવેલા એકાઉન્ટ્સના યુઝર નેમ અન્ય યુઝર્સ માટે ઉપલબ્ધ રહેશે. ટ્વિટર પ્રવક્તાએ કહ્યું કે, લોકોને સારી સેવાઓ આપવા માટે અમારી પ્રતિબદ્ધતા હેઠળ અમે ઇનએક્ટિવ એકાઉન્ટ્સને બંધ કરવા પર કામ કરી રહ્યા છીએ જેથી લોકોને યોગ્ય, વિશ્વસનીય જાણકારી મળે અને ટ્વિટર પર વિશ્વાસ કરી શકે. આ પ્રયાસ લોકોને સક્રીય રીતે લોગ ઇન કરવા અને ટ્વિટરનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. ટ્વિટરે ઇનએક્ટિવ યુઝર્સને વોનિંગ ઇમેઇલ કરવાની શરૂઆત કરી દીધી છે પરંતુ હાલમાં આ માટે કોઇ તારીખ નક્કી નથી કરી કે બંધ કરવામાં આવેલા યુઝરના યુઝર્સ નેમ અન્યો માટે ક્યારે ઉપલબ્ધ રહેશે. કંપનીએ કહ્યું કે, એકાઉન્ટ બંધ કરવાની પ્રક્રિયા ફક્ત એક દિવસમાં નહી થાય પરંતુ અનેક મહિનાઓ સુધી ચાલશે.
વધુ વાંચો





















